ઉપપ્રમુખ તરીકે દિલીપ ઝાલાવાડીયા અને દુષ્યંત ટીલાળા, જ્યારે સેક્રેટરી તરીકે અશ્વિન વસાણી, સહમંત્રી માં રતિભાઈ સાદરીયા, ખજાનચીમાં રસિક સુરેજા,સહખજાનચી તરીકે સંજય વોરા
થોડા મહિનાઓ પહેલા શાપર વેરાવળ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાનું અકસ્માતમાં નિધન થયા બાદ તેમની ખાલી બનેલી જગ્યામાં નવા પ્રમુખ તરીકે જાણીતા ઉદ્યોગકાર અમૃતભાઈ ગઢિયાની નિમણૂક કરવામાં આવી છે.
શનિવારે સાંજે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની કમિટીની મીટીંગ મળી હતી જેમાં ચેરમેન તરીકે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રમુખપદે અમૃતભાઈ ગઢીયા, ઉપપ્રમુખ તરીકે દિલીપ ઝાલાવાડીયા અને દુષ્યંત ટીલાળા, જ્યારે સેક્રેટરી તરીકે અશ્વિનભાઈ વસાણી, સહમંત્રી માં રતિભાઈ સાદરીયા, ખજાનચીમાં રસિકભાઈ સુરેજા,સહખજાનચી તરીકે સંજયભાઈ વોરાની નિમણૂક કરવામાં આવી છે.
દિવાળી અગાઉ એસોસિએશનની કારોબારી મિટિંગ મળી હતી જેમાં ડિસેમ્બર મહિનામાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટેનો ઠરાવ થયો હતો. જન્માષ્ટમી સમયે રોડ અકસ્માતમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા કિશોરભાઈ પટેલનું દુઃખદ નિધન થયું હતું ત્યારબાદ પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી જેમાં નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અમૃતભાઈ ગઢીયા અગાઉ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.