બિહારમાં કોંગી નેતા રાહુલ ગાંધીએ શું કહ્યું ? સરકાર પર શું મૂક્યો આરોપ ? જુઓ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પટનામાં બંધારણ સંરક્ષણ સંમેલનને સંબોધિત કરતી વખતે મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશમાં, જો તમે દલિત, મહિલા, આદિવાસી કે લઘુમતી છો અને જો તમે ઉચ્ચ વર્ગના નથી, તો તમે બીજા વર્ગના નાગરિક છો.
રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિગત વસ્તી ગણતરીની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે મોહન ભાગવત કહે છે કે જાતિ વસ્તી ગણતરી ન થવી જોઈએ, પરંતુ અમે જાતિ વસ્તી ગણતરી દ્વારા સામાજિક એક્સ-રે કરી રહ્યા છીએ.
બેગુસરાયમાં સોમવારે પદયાત્રા પછી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પટનામાં શ્રી કૃષ્ણ સ્મારક ખાતે બંધારણ સંરક્ષણ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન રાહુલએ કહ્યું કે આજકાલ ભારતમાં સત્ય બોલવું મુશ્કેલ બની ગયું છે. લોકો કહે છે કે બંધારણ ૧૯૪૭માં લખાયું હતું, પણ તે હજારો વર્ષ જૂનું છે. આ બંધારણમાં આંબેડકરજી, ગાંધીજી, નેહરુજી અને ફુલેજીના વિચારો સમાયેલા છે.
રાહુલએ કહ્યું કે આજકાલ મોટા નેતાઓ સત્ય બોલતા ડરે છે, પરંતુ ભગવાન બુદ્ધ અને આંબેડકરે શીખવ્યું છે કે ડરવું જોઈએ નહીં અને સત્ય દેશ સમક્ષ મૂકવું જોઈએ. તમારે પણ ડરવાની જરૂર નથી કારણ કે આંબેડકર, ગાંધી અને ફૂલેની વિચારધારા તમારા લોહીમાં છે.
વકફને ટેકો આપો રાહુલજી લખેલું પોસ્ટર લાવનાર યુવકની ધોલાઈ કરી નાખી !
પદયાત્રામાં આવેલો એક યુવક ‘વક્ફ બોર્ડનું સમર્થન કરો રાહુલ ગાંધીજી’ લખેલું પોસ્ટર લઈને આવ્યો હતો. આ દરમિયાન કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેનું સમર્થન કર્યું તો કેટલાકે યુવક પાસેથી પોસ્ટર ખેંચી ફાડી નાખ્યું હતું અને યુવકને ધક્કો મારી આશ્રમના ગેટમાંથી બહાર ભગાડી દીધો હતો. જો કે આ યુવકને માર પણ મારવામાં આવ્યો હતો. એક ટોચના નેતાએ પણ યુવકને ફડાકા મારી દીધા હતા.