રાજકોટ મનપા સંચાલિત ઇલેક્ટ્રિક સીટી બસના ડ્રાયવરો આજે હડતાલ પર ઉતર્યા છે. આજ સવારથી જ ડ્રાયવરો હડતાલ પર ઉતરતા અનેક મુસાફરો અને નિયમિત અપડાઉન કરતા વિધાર્થીઓ રઝડી પડ્યા હતા. ઈલેક્ટ્રીક સીટીબસના ડ્રાઈવરોને પગાર નિયમિત ન મળતાં હડતાળ શરૂ કરવામાં આવી છે ત્યારે તમામ ડ્રાયવરોએ કંપની પાસેથી નિયમિત પગારની માંગ કરી છે. બસ સેવા બંધ થવાને કારણે લોકોને વધારે રૂપિયા ખર્ચીને રિક્ષા કે કેબમાં જવાનો વારો આવ્યો છે. જેથે લોકોને વધારે રૂપિયા બગડી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર આજે રાજકોટ ઇલેક્ટ્રિક સીટી બસના ડ્રાયવરો દ્વારા શહેરના 80 ફુટ રોડ ઉપર બસ ડેપોની અંદર જ કરવામાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું. અનેક વખત પગારની રજૂઆત કરવા છતાં ડ્રાઇવરને નિયમિત પગાર ન થવાના કારણે કરવામાં આજ રોજ વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ઇલેક્ટ્રિક બસના ડ્રાયવરો દ્વારા હડતાળ કરવામાં આવતા અનેક મુસાફરોને વિધાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ શહેરની 70 જેટલી બસોના પૈડાં થંભી ગયા છે. બસનાં ડ્રાઈવરોનો પગાર સમયસર કરવામાં નહીં આવતા તેમના દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાજકોટના 80 ફુટ રોડ પરનાં ચાજિંગ સ્ટેશનની અંદર જ બસોના થપ્પા કરી દેવામાં આવ્યા છે. જેને કારણે અનેક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે એક ડ્રાયવરના જણાવ્યા અનુસાર હાલ તમામ ડ્રાયવરો ડેપો પર હાજર છે અને કંપનીને એક જ રજૂઆત છે કે તેમનો પગાર મહિનાની સાતથી 10 તારીખ વચ્ચે કરવામાં આવે.