પુતિને ફોન પર આવવામાં ટ્રમ્પને 1 કલાક રાહ જોવડાવી !! જાણો બંને વચ્ચે શું ગોઠવાયું ? વાંચો યુધ્ધ અંગે શું લેવાયો નિર્ણય
રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસ સુધી સીમિત યુદ્ધ વિરામ અંતે લાગુ કરી દેવાયું છે. રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતાં કહ્યું છે કે, રાષ્ટ્ર પ્રમુખ પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઊર્જા ઠેકાણાઓ પર 30 દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. જો કે, આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણવિરામ મૂકવા માટે રશિયા-યુક્રેન સામે પાંચ મુખ્ય શરતો મૂકવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા પુતિનને ફોન કરીને ૩ કલાક સુધી મંત્રણા કરાઇ હતી.
આ તમામ શરતોને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કીને માનવી પડશે. અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી વાતચીત બાદ આ શરતો પર સંમતિ બની છે. વળી, આ કરાર હેઠળ યુદ્ધ વિરામને પ્રભાવી બનાવવા માટે અને શાંતિની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની અદલા-બદલીની સંમતિ બની ચૂકી છે. બંને દેશોના 175-175 બંધકો મુક્ત કરવામાં આવશે. આ સિવાય, રશિયાએ સદ્ભાવના દર્શાવતા 23 ગંભીર રૂપે ઈજાગ્રસ્ત સૈનિકોને કીવને સોંપવાનો નિર્ણય લીધો છે. એ જ રીતે બ્લેક સીમાં બંનેના યુદ્ધધજહાજો પર હુમલા નહીં થાય તેવી વાત પણ થઈ છે.
આ ઉપરાંત બંને દેશો વચ્ચે કાયમી એટલે કે સ્થાયી સમાધાનની પ્રક્રિયા માટે સંયુક્ત સમિતિ બનશે અને તેમાં બધી જ વાતો નક્કી થશે. સાથોસાથ કરાર ભંગ થશે તો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો મૂકી દેવાશે .
પુતિને ફોન પર આવવામાં ટ્રમ્પને ૧ કલાક રાહ જોવડાવી !!
યુદ્ધધનો અંત કરવા અને યુધ્ધ વિરામ માટે ટ્રમ્પે જ્યારે રશિયાના પ્રમુખ પુતિનને ફોન કર્યો ત્યારે પુતિને પણ ભારે નખરા કર્યા હતા અને ટ્રમ્પને ૧ કલાક સુધી રાહ જોવી પડી હતી અને ત્યારબાદ તેઓ ફોન પર ચર્ચા માટે આવ્યા હતા. આ બાબતને ટ્રમ્પના અપમાન તરીકે પણ જોવામાં આવી રહી છે. એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ટ્રમ્પ એમની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પુતિન એક મિટિંગમાં વ્યસ્ત હતા. વાતચીતનો ટાઈમ ૪ વાગ્યાનો ફિક્સ થયો હતો પણ પુતિન ૫ વાગે ઓફિસ પર આઆવ્યા હતા . આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.