દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ : છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરનારા ‘મરાઠી મિલિટ્રી લેંડસ્કેપ્સ’ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરનારા રાજ્ય માટે ગૌરવશાળી ક્ષણ છે.
Indeed, it’s an amazing moment for Maharashtra and India !
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 11, 2025
Thank you Sir for all your efforts and support to make this possible!@gssjodhpur #unescoworldheritage https://t.co/WNkssWAkXP
આ નિર્ણય પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર સમિતિ (ડબ્લ્યુએચસી)ના 47ના સત્ર દરમિયાન લેવામાં આવ્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘મહારાષ્ટ્ર સરકાર આપણા પ્રિય છત્રપતિ શિવાજી મહારાજને નમન કરે છે! મહારાષ્ટ્રના તમામ નાગરિકો અને શિવભક્તોને હાર્દિક શુભકામના એમણે પાઠવ્યા છે.
यह सभी देशवासियों के लिए अत्यंत गौरव का क्षण है, जब UNESCO ने महाराजाधिराज छत्रपति शिवाजी महाराज जी के जीवन से जुड़े 12 किलों को #UNESCOWorldHeritage में शामिल किया है।
— Amit Shah (@AmitShah) July 11, 2025
अभी कुछ ही दिन पहले रायगढ़ किले पर जाकर छत्रपति शिवाजी महाराज जी के जीवन से जुड़े प्रतीकों से आत्मसाक्षात्कार…
‘મરાઠા સૈન્ય પરિદ્રશ્ય’માં મહારાષ્ટ્રના સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજય દુર્ગ અને સિંધુદુર્ગ કિલ્લા અને તમિલનાડુનો જિંજિ જિલ્લો સામેલ છે. ફડણવીસે આગળ કહ્યું કે, શિવાજી મહારાજ દ્વારા આ કિલ્લાનું નિર્માણ સ્વરાજ્ય માટે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને યુનેસ્કોની યાદીમાં સામેલ કરાવવાના પ્રયાસોમાં અનેક લોકોનું યોગદાન છે.
આ પણ વાંચો : AI કન્ટેન્ટ ક્રિએટર્સને પડશે ફટકો : 15 જુલાઇથી બદલાઈ જશે Youtubeનો આ નિયમ, મોનીટાઈઝેશન પર થશે મોટી અસર
અમિત શાહે એક્સ પર લખ્યું કે, આ તમામ દેશવાસીઓ માટે ખૂબ જ ગૌરવની પળ છે, જ્યારે યુનેસ્કોએ મહારાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા 12 કિલ્લાને યુનેસ્કોની ધરોહરમાં સામેલ કર્યા છે.