બંગાળમાં બબાલ, કેન્દ્રીય મંત્રીની કારમાં તોડફોડ
અનેક મતદાન કેન્દ્રો પર ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે મારામારી
બંગાળમાં હિંસા અને તોડફોડ વિના કોઈ ચુંટણી થતી નથી અને શુક્રવારે પણ મતદાન દરમિયાન અહીં અનેક મતદાન કેન્દ્રો પર બબાલ અને અશાંતિ સર્જાયા હતા. કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમણિકએ એવો આરોપ મૂક્યો હતો કે ટીએમસીના ગુંડા એક્ટિવ થઈ ગયા હતા. અનેક જગ્યાએ ભાજપના કાર્યકરો સાથે મારામારી થઈ હતી. મંત્રીએ એવો આરોપ પણ મૂક્યો હતો કે મારી કારમાં ટીએમસીના કાર્યકરોએ તોડફોડ કરી હતી અને તેનો જવાબ લોકો મતદાનથી આપશે.