Pahalgam Terror attack : કરાંચીના સેફ હાઉસના સંપર્કમાં હતા આતંકી : ઘટના સ્થળેથી ડિજિટલ ઉપકરણ મળ્યા
- હુમલાખોરો કરાંચીના સેફ હાઉસના સંપર્કમાં હતા, પુરાવા મળ્યા
- ઘટના સ્થળેથી ડિજિટલ ઉપકરણ મળ્યા: બે સપ્તાહ પહેલા જ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસી જવામાં સફળ રહ્યા હતા; ગુપ્તચરોનો અહેવાલ
કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ અનેક સ્ફોટક હકીકતો ઉજાગર થઈ રહી છે . હુમલાના ડિજિટલ પુરાવા પાકિસ્તાન સાથે જોડાયેલા દેખાઈ રહ્યા છે . દેશની ગુપ્તચર એજન્સીઓએ એમ કહ્યું છે કે ઘટના સ્થળેથી કેટલાક ડિજિટલ ફૂટપરિણત મળ્યા છે. આ બધા સંચાર ઉપકરણ છે. જે પાકના મુઝફ્ફરબાદ અને કરાંચી સ્થિત સેફ હાઉસ સુધી પહોંચી રહ્યા છે .
આ પુરાવાથી ક્રોસ બોર્ડર હુમલાની લિન્ક મળી રહી છે .સેના માટે ઉપયોગમાં લેવાતા હથિયારો વડે આતંકીઓએ હુમલો કર્યો હતો. જે પાક સેનાની ઇસધી જ સંડોવણીનો ઈશારો કરે છે . આતંકીઓ પૂરી રીતે ટ્રેન્ડ હતા અને એમને બધા જ અધ્યતન હથિયારો મળ્યા હતા. ગુપ્તચરોએ એવી માહિતી આપી છે કે ઘટના સ્થળ પરથી એડવાંન્સ કેટેગરીના સંચાર ઉપકરણ મળ્યા છે . આતંકીઓને બહારથી લોજિસ્ટિક ટેકો મળ્યો હતો તે વાત સાબિત થાય છે.
કયા રૂટથી કાશ્મીરમાં આવ્યા હતા આતંકી ?
દરમિયાનમાં ગુપ્તચરો અને પોલીસ અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે હુમલો કરવા માટે પહેલાથી જ સ્થળ નક્કી કરાયું હતું તેમ આતંકીઓ પીર પંજાલ રૂટથી કાશ્મીરમાં ઘૂસ્યા હતા અને પહેલગામ પણ પહોંચી ગયા હતા. એક અહેવાલ એવો પણ અપાયો છે કે હુમલાના બે સપ્તાહ પહેલા જ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસી ગયા હતા.