ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ભારતની મુલાકાતે : ભારત સાથે મુક્ત વેપાર કરાર અંગે PM ક્રિસ્ટોફર લક્સનએ શું કહ્યું ? વાંચો
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને કહ્યું હતું કે તેઓ 60 દિવસમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની આશા રાખે છે. આ કરારથી 10 વર્ષમાં દ્વિપક્ષીય વેપારમાં 10 ગણો વધારો થવાની અપેક્ષા છે.
ભારત અને ન્યુઝીલેન્ડે રવિવારે આર્થિક સંબંધોને વેગ આપવા માટે લગભગ 10 વર્ષ પછી પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન 16 માર્ચથી ચાર દિવસની ભારતની મુલાકાતે હતા. આમ આ રીતે બધો જ વેપાર મુક્ત ઠઇ જશે તો બંને દેશો ખૂબ વધારે વેપાર કરી જ સજહકે છે અને વેપાર માટે વધુ અવકલાશ છે
ઉદ્યોગ સંસ્થા ફિક્કી દ્વારા આયોજિત ભારત-ન્યુઝીલેન્ડ આર્થિક સમિટમાં લક્સને જણાવ્યું હતું કે .”ચાલો આપણે આ સંબંધને આગળ વધારીએ અને મને આશા છે કે આ કરાર પર વડા પ્રધાન મોદી 60 દિવસમાં હસ્તાક્ષર કરશે,
વેપાર નિષ્ણાતોના મતે, સફરજન, કીવી, ડેરી અને વાઇન જેવા કૃષિ ઉત્પાદનો પર ડ્યુટીમાં છૂટ આપવાના મુદ્દા પર વાતચીતમાં થોડી મુશ્કેલી પડી શકે છે.જો કે તેનો હલ પણ શોધી લેવામા આવશે તેમ મનાય છે .
મંત્રી પિયુષ ગોયલે શું કહ્યું ?
દરમિયાનમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને કહ્યું હતું કે “હું તમને કહી શકું છું કે આગામી 10 વર્ષમાં, આપણે સાથે મળીને 10 ગણો વિકાસ હાંસલ કરી શકીશું.” તેમણે કહ્યું કે જો બંને દેશો પૂરક અર્થતંત્રોની ભાવનાથી કામ કરશે, તો એકબીજા સાથે સ્પર્ધા કરવાનો ભાગ્યે જ કોઈ અર્થ રહેશે. સાથે મળીને બંને દેશો ઘણો વેપાર વધારી શકે છે. આમ તો પાછલા ૧૦ વર્ષથી આ બારામાં કોઈ ચર્ચા થઈ નહતી પણ હવે આગળ વધી રહ્યા છીએ.