New Rules : આજથી આ 6 નિયમો આવ્યા ફેરફાર : તમારા ખિસ્સા પર કરશે સીધી અસર
ઓક્ટોબર પૂરો થઇ ગયો છે અને નવેમ્બર મહિનો શરૂ આજથી શરુ થઇ ગયો છે. મહિનાના પ્રથમ દિવસની સાથે જ ઘણી વસ્તુઓ બદલાઈ છે. આ ફેરબદલ સામાન્ય લોકોના ખિસ્સા પર પણ સારી એવી અસર કરવાનો છે.
સિલિન્ડરના ભાવ: મહિનાના પ્રથમ દિવસે જ એલપીજીના ભાવમાં સંશોધન થશે, ક્યારેક તેના ભાવ વધી જાય છે તો ક્યારેક તેના ભાવ ઘટી પણ જાય છે. આ વખતે એવી આશા છે કે, 14 કિલોગ્રામ ઘરેલુ ગેસની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. જો વાત કોમર્શિયલ સિલિન્ડરની કરીએ તો ત્યાં પણ જે 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડર છે તેની સિંમત જુલાઈ માસમાં તો ઘટી હતી પરંતુ તેના પછી તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
CNG-PNG ના ભાવ:
એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિને જેમ ફેરફાર થાય છે, તે પ્રકારે જ સીએનજી-પીએનજી તેમ જ એ.ટી.એફ ના ભાવમાં પણ ફેરબદલ કરે છે. આજે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરબદલ થઇ શકે છે.
SBI ક્રેડિટ કાર્ડના નિયમ:
1 નવેમ્બરથી અનસિક્યોર્ડ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર દર મહિને 3.75 ફાઈનાન્સ ચાર્જ લાગવાનો છે. આ સિવાય જો તમે વીજળી, પાણી, એલપીજી ગેસ સહિત અન્ય બિલ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ભરો છો કો ત્યાં પણજો ચૂકવણી 50000 રૂપિયાથી વધુ હશે, તેના પર તમારે એક ટકાનો વધુ ચાર્જ ચુકવવાનો રહેશે.
મ્યુચ્યુઅલ ફંડના નિયમમાં ફેરબદલ:
1 નવેમ્બરથી મ્યુચ્યુઅલ ફંડમાં પણ મોટો ફેરબદલ જોવા મળી શકે છે. જેટલા પણ મ્યુચ્યુઅલ ફંડના યૂનિટ હશે, હવેથી તે પ્રોહિબિશન ઓફ ઈનસાઈડર ટ્રેંડિંગ રેગુલેશનની અંડર આવવાના છે. સેબીએ ઘણા દિવસો પહેલા જ તેની જાહેરાત કરી હતી. હવે 1 નવેમ્બરથી આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. તેના પર જેટલા પણ નોમિની અને નજીકના સંબંધીઓ છે, જો તેઓ 15 લાખથી વધુનું ટ્રાંજેક્શન કરે છે તો કંપ્લાઈંસ ઓફિસરને તેના વિશે 2 દિવસની અંદર જાણકારી આપવાની રહેશે.
ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના ફેરબદલ:
નવેમ્બરની પહેલી તારીખથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલાક નવા નિયમો આવવાના છે. અસલમાં સરકાર જિયો, એરટેલ અને બીજી તમામ મોટી ટેલિકોમ કંપનીઓને સાફ કહ્યું છે કે, તેઓ પોતાના સ્તર પર સ્પૈમ નંબરને પહેલાથી જ બંધ કરી દે.
બેંકિંગ સેક્ટરમાં બદલાવ:
નવેમ્બર મહિનામાં એક મોટો બદલાવ એ પણ જોવા મળશે કે 13 દિવસ માટે બેંકોની રજા રહેવાની છે. અસલમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. જેના કારણે બેંક ઘણા દિવસો બંધ રહેશે.