મુસ્લિમ તાંત્રિકે હેવાનિયતની હદ વટાવી : કબ્રસ્તાનમાં સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
દેશમાં દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં એક મુસ્લિમ નજુમી (તાંત્રિક) એક સગીર છોકરીને સારવાર કરવાના બહાને કબ્રસ્તાનમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી નજુમીની ધરપકડ કરી લીધી છે. સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સગીરાના પિતાની બીમારીની સારવારનું ભાણું દઈને બદમાશે હવસ સંતોષી હતી.
એક સગીર છોકરીને હવસનો શિકાર બનાવવાની આ ઘૃણાસ્પદ ઘટના દિલ્હીના જેજે કોલોનીના કાંઝાવાલા વિસ્તારમાં 27 ઓગસ્ટની રાત્રે બની હતી. દિલ્હી પોલીસે જણાવ્યું કે 27 ઓગસ્ટના રોજ કોઈએ 12 વર્ષની બાળકીના યૌન શોષણની ઘટના અંગે ફોન પર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી, જ્યાં પીડિત બાળકી ગંભીર હાલતમાં પડી હતી. બાળકીને તાત્કાલિક એસજીએમ હોસ્પિટલમાં લાવવામાં આવી, જ્યાં મેડિકલ તપાસ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ થઈ હતી.
સગીરાએ પોલીસને જણાવ્યું કે તેના પિતા ગંભીર બીમારીથી પીડિત હતા. આરોપી મોહમ્મદ શરીફ (52 વર્ષ) ભૂતિયા તરીકે કામ કરે છે. શરીફે છોકરીને તાંત્રિક પ્રક્રિયા દ્વારા તેના પિતાનો ઈલાજ કરાવવા માટે છેતર્યા અને તેને પોતાની સાથે કબ્રસ્તાનમાં લઈ ગયો. કબ્રસ્તાનમાં પહોંચીને તેણે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા અને ત્યાંથી ભાગી ગયો હતો.