ફિલ્મ ‘જીગરા’નું ટ્રેલર રિલીઝ : ભાઈને બચાવવા માટે જમીન આસમાન એક કરી દેશે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘જીગરા’ની રિલીઝની આતુરતાથી દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે. આ પહેલા ફિલ્મનું 3 મિનિટનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ભરપૂર એક્શન અને ઈમોશન છે. વાસન બાલા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વેદાંગ રૈના પણ છે. આ 3 મિનિટના આ ટ્રેલરમાં આલિયાની દમદાર એક્શન અને લાગણીઓ છે.
‘જીગરા’ ટ્રેલર
આ ફિલ્મ બે ભાઈ-બહેન અંકુર (વેદાંગ રૈના) અને આલિયા ભટ્ટ (સત્યા) પર આધારિત છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે સત્યાના ભાઈ ડ્રગ્સના કેસમાં ફસાઈ જાય છે. અંકુર તેની બહેનથી દૂર વિદેશમાં છે. સત્યા પાસે તેના ભાઈને બચાવવા માટે માત્ર ત્રણ મહિનાનો સમય છે. તેઓ અનાથ છે, તેથી તેઓને તેમના સંબંધીઓ પાસેથી કોઈ આશા નથી. આખરે તેના ભાઈએ કયો ગુનો કર્યો હતો જેના કારણે તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો? શું તેની પાછળ કોઈ ષડયંત્ર છે? શું આલિયા તેના ભાઈને ઘરે પરત લાવી શકશે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
આ એક્શન ડ્રામા ફિલ્મ કરણ જોહર, અપૂર્વ મહેતા, શાલિન ભટ્ટ સોમેન મિશ્રા અને આલિયા ભટ્ટ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. તે 11 ઓક્ટોબર 2024 ના રોજ વિજયાદશમીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આલિયા અને વેદાંગ ઉપરાંત આ ફિલ્મમાં શોભિતા ધુલીપાલા, મનોજ પાહવા અને રાહુલ રવિન્દ્રન પણ છે.
આલિયા ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે
આલિયા ભટ્ટની અન્ય ફિલ્મોની વાત કરીએ તો તે આલ્ફા ફિલ્મમાં પણ જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ વિશે હજુ સુધી વધુ વિગતો બહાર આવી નથી.