રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને જીવે ત્યાં સુધી કેદ : ગુનામાં મદદ કરનાર મહિલાને પણ 10 વર્ષની સજા
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવીને મુખ્ય આરોપીએ તેણીને મદદગારી કરનાર મહિલા આરોપીના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોય જે અંગે ગુનો નોંધાયો હતો. આ કેસમાં આદલતે મુખ્ય આરોપી નીતિન બાગથરીયાને જીવે ત્યાં સુધી તેમજ મદદગારીમાં મહિલા આરોપી મધુબેન ધકાણને 10 વર્ષની કેદની સજા ફટકારી છે.
આ કેસની હકિકત મુજબ, શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાના વાલીએ પોલીસમાં આરોપી નીતિન રવજીભાઈ બગથરીયા (ઉંમર 35 રહે. મેહુલનગર સંસ્કૃતિ એપાર્ટમેન્ટ), તેમજ મધુબેન કિરીટભાઇ ધકાણ ( ઉંમર 39 રહે. આનંદનગર મેઈન રોડ ચિરાગ પાન વાળી શેરી ભાડે મકાનમાં ) સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની 15 વર્ષની સગીર દીકરીને આરોપી નીતિને ડરાવી ધમકાવી મધુના ઘરે લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ તેમજ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :રાજકોટના અટલ સરોવર પર આવતીકાલે એર-શોનું રિહર્સલ : 20 મોટી સ્ક્રીન, 30 સાઉન્ડ ટાવર મુકાશે,એક-એકથી ચડિયાતા કરતબ જોવા મળશે
ત્યારબાદ પીઆઇ એમ.એમ.સરવૈયા, રાઇટર નિલેશભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ હિરેન પરમાર તેમજ હોર્મ ગાર્ડ હાર્દિક પીપળીયા સહિતના દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન મળી આવેલા મહત્વના પુરાવાના આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.જે બાદ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ પ્રશાંત પટેલ દ્વારા કરવામાં આવલી ધારદાર દલીલો અને રજૂઆતોને અંતે અદાલતે મુખ્ય આરોપી નીતિન બગથરિયાને જીવે ત્યાં સુધીની કેદ તેમજ મદદગારીમાં મહિલા આરોપી મધુ ધકાણને 10વર્ષની કેદની સજા ફટકારી હતી. અદાલતે ભોગ બનનારને 7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
