નવરાત્રી પહેલા જ મોંઘું થયું LPG સિલિન્ડર
દર મહિનાના પ્રથમ દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારે 1 ઓક્ટોબરના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2024ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૪૮.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. જયારે ૫ કિલોના બાટલામાં ૧૨ રૂપિયાનો વધારો થયો છે. IOCLની વેબસાઈટ અનુસાર, નવા દરો 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવી ગયા છે.