Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે દેશમાં કાયદો ‘આંધળો’ નથી…’ન્યાયની દેવી’ની આંખો ખૂલી: હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક

Thu, October 17 2024



સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાની આંખ પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે. હવે તેમના હાથમાં તલવારનું સ્થાન બંધારણે લઈ લીધું છે. જેથી એવો સંદેશ આપી શકાય કે દેશમાં કાયદો આંધળો નથી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ન્યાયની દેવીની આંખની પટ્ટી કાયદા સમક્ષ સમાનતાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે અદાલતો તેમની સમક્ષ હાજર વ્યક્તિઓની સંપત્તિ, શક્તિ અથવા સ્થિતિના અન્ય ચિહ્નો જોઈ શકતી નથી, જ્યારે તલવારને સત્તાનું પ્રતીક માનવામાં આવતું હતું અને અન્યાયને સજા કરવાની શક્તિ.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના આદેશ પર સુપ્રીમ કોર્ટની જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત નવી પ્રતિમામાં આંખો ખુલ્લી છે અને ડાબા હાથમાં તલવારની જગ્યાએ બંધારણ છે. સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી. હવે નવા ભારતના ન્યાયની દેવીની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે  અને હાથમાં તલવારને બદલે તેમના બંધારણ રાખવામાં આવ્યું છે.

ન્યાયની દેવીમાં ફેરફાર કરવામાં આવ્યા

બ્રિટિશ કાયદામાં થોડાં સમય પહેલા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ભારતીય ન્યાયતંત્રે પણ અંગ્રેજોના જમાનાને પાછળ છોડીને નવો દેખાવ અપનાવવાનું શરૂ કર્યું છે. આ તમામ પ્રયાસો CJI DY ચંદ્રચુડ દ્વારા કરવામાં આવ્યા છે. તેમની સૂચના પર ન્યાયની દેવીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવી જ પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે.

હાથમાં તલવારને બદલે બંધારણ

આ રીતે દેશની સર્વોચ્ચ અદાલતે એવો સંદેશ આપ્યો છે કે કાયદો હવે આંધળો નથી રહ્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નિર્દેશ પર ન્યાયની દેવીની આંખ પરથી પાટા હટાવીને તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણને સ્થાન આપવામાં આવ્યું છે. મૂર્તિના હાથમાં ત્રાજવુંનો અર્થ છે કે ન્યાયની દેવી નિર્ણય લેવા માટે કેસના પુરાવા અને હકીકતોનું વજન કરે છે. તલવારનો અર્થ એ હતો કે ન્યાય ઝડપી હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવી પ્રતિમાનો ઓર્ડર CJI DY ચંદ્રચુડે આપ્યો છે. તેનો હેતુ એ સંદેશ આપવાનો છે કે દેશમાં કાયદો આંધળો નથી અને તે સજાનું પ્રતીક નથી. જૂની પ્રતિમા પરની આંખે પાટા બતાવે છે કે કાયદાની નજરમાં દરેક સમાન છે. જ્યારે તલવાર સત્તા અને અન્યાયને સજા કરવાની શક્તિનું પ્રતીક હતું.

જો કે, પ્રતિમાના જમણા હાથમાં ત્રાજવું જૈસે થે રાખવામાં આવ્યું છે, કારણ કે તે સમાજમાં સંતુલનનું પ્રતીક છે. ત્રાજવું દર્શાવે છે કે અદાલત કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા બંને પક્ષોની હકીકતો અને દલીલોને જુએ છે અને સાંભળે છે.

બ્રિટિશ યુગનો વારસો પાછળ છોડવાનો પ્રયાસ

 આ પ્રતિમાને બ્રિટિશ શાસનની વિરાસત પાછળ છોડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં, ભારત સરકારે બ્રિટિશ શાસન દરમિયાન અમલમાં આવેલા ભારતીય દંડ સંહિતા (IPC) કાયદાની જગ્યાએ ભારતીય દંડ સંહિતા (IPC) કાયદો લાગુ કર્યો હતો. લેડી ઑફ જસ્ટિસની પ્રતિમામાં ફેરફાર કરવાને પણ આ કડી હેઠળ લેવાયેલું પગલું ગણી શકાય.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અધૂરા રહેશે ; લાગણીઓ દુભાશે , કાર્યસ્થળે મતભેદ થશે

Next

સો ટચની શુદ્ધતામાં રાજકોટની સોની બજારએ રચ્યો રેકોર્ડ: હોલમાર્ક સેન્ટરને એવોર્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 દિવસ પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
12 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
12 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
12 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
12 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

ભાજપના વિવાદિત નેતા નૂપુર શર્મા 1 વર્ષ બાદ જાહેરમાં દેખાયા
નેશનલ
2 વર્ષ પહેલા
ભારતે આકાશી તાકાત ઘાતક બનાવી
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
બ્રિક્સ શિખર બેઠક : આજે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જીનપિંગ વચ્ચે લદાખના ઘર્ષણ બાદ પ્રથમવાર દ્વિપક્ષીય બેઠક
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટઃ હોસ્પિટલ ચોકમાં વાહન ચાલકો ઉપર RTOની તવાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર