યુપી: કૃપાલુ મહારાજના સુપુત્રીનું અકસ્માતમાં મોત ; અન્ય 2 સુપુત્રીઓ સહિત 4 ઘાયલ
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ પાસેના કુંડા ખાતેના ધામ માનગઢના સંસ્થાપક અને મથુરાના પ્રેમ મંદિરવાળા જગદગુરુ કૃપાલુ મહારાજની 3 સુપુત્રીઓને રવિવારે ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં એમના સૌથી મોટા સુપુત્રી વિશાખા ત્રિપાઠીનું મોત થયું હતું અને અન્ય 2 સુપુત્રીઓ ઘાયલ થઈ હતી.
દિલ્હી જતી વખતે યમુના એક્સપ્રેસ વે પર એમની કાર પર એક ટેન્કર ઓવરટેક કરતી વખતે પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ આશ્રમમાં થતાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.
આજે યમુના તટ પર કૃપાલુ મહારાજના મોટા સુપુત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મૃત્યુ પામનાર વિશાખા ત્રિપાઠીની વય 72 વર્ષની હતી. એમના પિતાનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.