દિલ્હી ખાતે જી -20 ડિનરમાં કેબિનેટ મંત્રી, વિદેશી પ્રતિનિધી સાંસદો અને મંત્રીઓ સહિત દેશના કેટલાક પૂર્વ સીનિયર નેતાઓ પણ સામેલ થયા હતા . બીજી તરફ વિપક્ષને ડિનરમાં આમંત્રણ મળ્યું નથી. જેને લઇ વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. આ માટે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર પ્રહાર કરતા એક કવિતા શેર કરી હતી. આ મામેલ ચિદમ્બરમે સરકાર પર પ્રહાર કર્યો હતો.
ચિદમ્બરમે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, હું કલ્પના નથી કરી શકતો કે ભારત જેવા લોકતાંત્રિક દેશની સરકાર વિપક્ષના નેતાને વિશ્વના નેતાઓ માટેના યોજાયેલા સ્ટેટ ડિનરના આમંત્રણ માંથી કેવી રીતે બાકાત કરી શકે.
આ ફક્ત એવા દેશોમાં જ થઈ શકે છે જ્યાં લોકશાહી ના હોય. મને આશા છે કે, INDIA એટલે કે ભારત હજુ એવી સ્થિતિમાં નથી પહોંચ્યું કે જ્યાં લોકશાહી અને વિપક્ષનું અસ્તિત્વ ખતમ થઈ જાય.
