દિવાળી પહેલા ખાલિસ્તાનીઓનું ભયાનક કાવતરું નિષ્ફળ! ઇન્ટેલિજન્સ ટીમને મોટી સફળતા: 2.5 કિલો RDXનો જથ્થો ઝડપાયો
પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમને મોટી સફળતા મળી હતી. ગુપ્તચર ટીમે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ સમર્થિત આતંકવાદી સંગઠન, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પંજાબના જલંધરમાં 2.5 કિલો RDX જપ્ત કર્યો હતો. આ કેસમાં બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટકો મોટા આતંકવાદી હુમલા માટે બનાવાયેલા હતા. દિવાળીના તહેવાર પર જ ધડાકાનું મોટું ષડયંત્ર હતું.
In a major breakthrough against #Pakistan’s ISI-backed terror network, Counter Intelligence #Jalandhar busts a Babbar Khalsa International (#BKI) terror module operated by #UK-based handlers Nishan Jaurian and Adesh Jamarai on the directions of BKI mastermind Harwinder Singh… pic.twitter.com/GqYsqRPYPH
— DGP Punjab Police (@DGPPunjabPolice) October 9, 2025
આ સમગ્ર નેટવર્ક યુકે સ્થિત હેન્ડલર્સ નિશાન સિંહ અને આદેશ સિંહ દ્વારા સંચાલિત હતું. આ બે આતંકવાદીઓને બબ્બર ખાલસા માસ્ટરમાઇન્ડ હરવિંદર સિંહ રિંડા તરફથી સૂચનાઓ મળી રહી હતી, અને તેઓ તેમનો પીછો કરતા હતા.
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનના કો-સ્ટારની નિર્દયતાથી હત્યા : મિત્રએ જ બાબુ છેત્રીનું ઢીમ ઢાળી દીધું, ફિલ્મ ‘ઝુંડ’માં બિગ બી સાથે કરી ચૂક્યો છે કામ
કાઉન્ટર ઇન્ટેલિજન્સે આરોપીઓ પાસેથી 2.5 કિલો RDX અને રિમોટ જપ્ત કર્યો છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે આ આતંકવાદીઓ દિવાળી દરમિયાન પંજાબમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે, તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગુરજિંદર સિંહ અને દીવાન સિંહ તરીકે કરવામાં આવી છે.
આ પણ વાંચો :Rinku Singh: સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ 5 કરોડની ખંડણી માંગી, વાંચો શું છે સમગ્ર મામલો
પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ આઈડીનો હેતુ એક મોટો આતંકવાદી હુમલો કરવાનો હતો. તેમણે ઉમેર્યું કે અમૃતસર પોલીસ સ્ટેશનમાં યૂએપીએ અને વિસ્ફોટકો સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.
