ક્યાં થયું સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ ? કેટલા લોકો હતા ? જુઓ
કોલકાતામાં લેડી ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલા બાદ દેહરાદૂનમાંથી એક હૃદયદ્રાવક ઘટના રવિવારે સામે આવી હતી. જ્યાં મુરાદાબાદની એક કિશોરી પર દેહરાદૂનમાં બસમાં સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળ કલ્યાણ સમિતિની ટીમે બાળકીને ઘટના સ્થળેથી બેભાન શોધી કાઢી હતી. 5 બદમાશોએ સગીરા સાથે મોઢું કાળું કર્યું હતું.
કાઉન્સેલિંગ બાદ સમિતિએ પોલીસ ચોકીમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે આ ઘટનાનો ખુલાસો કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચ આરોપીઓ સામે કલમ 70(2) BNS 5(g)/6 પોકસો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તપાસમાં એમ બહાર આવ્યું હતું કે બસ ખાલી થયા બાદ લગભગ પાંચ લોકોએ બસમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપી યુવતીને બસમાંથી ઉતારીને ફરાર થયા હતા. બાળ કલ્યાણ સમિતિની હેલ્પલાઇન ટીમને બાળકી ચિત્તભ્રમિત હાલતમાં મળી હતી. જ્યારે સમિતિએ યુવતીનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેણે પોતાની આપવીતી સંભળાવી હતી.
બસ ખાલી થયા બાદ ડ્રાઈવર અને કંડક્ટર તેને વર્કશોપમાં લઈ ગયા અને દુષ્કર્મ કર્યું હતું. આ બંને કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ત્યારપછી બીજી રોડવેઝ બસના ડ્રાઈવર અને કંડક્ટરને આ વાતની જાણ થતાં બંનેએ યુવતી સાથે મોઢું કાળું કર્યું હતું. આટલું જ નહીં, જ્યારે રોડવેઝના કેશિયરને આ વાતની જાણ થઈ તો તેણે પણ યુવતીને હવસનો શિકાર બનાવી હતી.