મુસ્લિમોનો મતાધિકાર છીનવી લેવા કર્ણાટકના સંતનું આહવાન
કર્ણાટકના વિશ્વ વોકલિગા મહાસમસ્ત મઠના સંત કુમાર ચંદ્રશેખરનાથે મુસ્લિમોનો મતાધિકાર રદ કરવાની માંગણી કરતા ભારે વિવાદ થયો હતો.બાદમાં જો કે સંતે માફી માંગી મામલો થાળે પડવાની કોશિશ કરી હતી.
કર્ણાટકમાં વકફ બોર્ડે કેટલાક ખેડૂતોની જમીન બોર્ડની માલિકીની હોવાનું જણાવી એ જમીનો ખાલી કરી દેવાની નોટિસો પાઠવી છે.તેના વિરોધમાં આંદોલન ચલાવતા ભારતીય કિશાન સંઘ ના કાર્યક્રમમાં બોલતા આ સંતે મુસ્લિમોના મત આપવાનો અધિકાર છીનવી લેતો કાયદો ઘડવાની માંગણી કરી હતી.વકફ બોર્ડ અન્યોની જમીન પડાવી લઈ અધર્મ આચરતો હોવાનો આક્ષેપ કરી ખેડૂતોને થતા અન્યાય સામે બધાને એક થવાનું આહવાન કર્યું હતું.બાદમાં જો કે વિવાદ થતા તેમણે ફેરવી તોડ્યું હતું અને મુસ્લિમો પણ દેશના નાગરિક હોવાનું અને તેમને પણ મતાધિકાર હોવાનું સ્વીકાર્યું હતું અને ઉતાવળે અપાયેલા નિવેદન બદલ માફી માંગી હતી.