ઝારખંડ ચૂંટણી : NDAમાં સીટોની વહેંચણી ફાઈનલ
ભાજપ ૬૮, AJS ૧૦, જે.ડી.યુ ૨ અને LJP ૧ બેઠક ઉપર ઉમેદવારો ઉભા રાખશે
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના એલાન સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજ્યમાં એન.ડી.એ.માં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને ફોર્મ ભરવાના શરુ પણ થઇ ગયા છે. મત ગણતરી 23 નવેમ્બરે થશે.
રાજ્યની 81 વિધાનસભાની સીટામાંથી ભાજપે 68 સીટો પર, AJS 10, LJP એક અને JDU બે સીટો પર ચૂંટણી લડશે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે વિરોધી પક્ષ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમા જેવા રાજ્યમાં ચૂંટણી જીતવા માટે ટાસ્ક આપ્યો છે. ઝારખંડના એન.ડી.એ. માં ભાજપ સિવાય ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJS), બિહારની સરકારમાં ભાગીદાર જે.ડી.યુ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાની આગેવાનીવાળી એલ.જે.પી. સામેલ છે.
ઝારખંડ ચૂંટણી 2024 ઇન્ડિયા ગઠબંધન અને એન.ડી.એ. વચ્ચે સીધી ટક્કર છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના નતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધનએન.ડી.એ. સામે ટકરાશે. ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ, રાજદ અને વામ પંથી પક્ષો ઇન્ડિયા ગઠબંધન સાથે છે. જ્યારે એન.ડી.એ. ગઠબંધનમાં ભાજપ, એ.જે.એસ.પાર્ટી, જે.ડી.યુ., એલ.જે.પી. આર અને હમ પાર્ટી છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 2019 પરિણામ જોઈએ તો કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. 81 બેઠકો પૈકી 30 બેઠકો જીતી જે.એમ.એમ. મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. 25 બેઠક સાથે ભાજપ બીજા સ્થાને હતું. જ્યારે કોંગ્રેસ 16 અને રાજદને એક બેઠક પર જીત મળી હતી. સ્પષ્ટ બહુમત ન હોવાથી જે.એમ.એમ, કોંગ્રેસ, રાજદ ગઠબંધનની સરકાર બની હતી.