હું પણ મરી ગયો હોત તો સારું થાત… ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં આતંકી મસૂદ અઝહર પરિવારના 10 સભ્યોના મોત
ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ભારતીય હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને પાંચ નજીકના સાથીઓ માર્યા ગયા છે.
ભારતે કરેલા ઓપરેશન સિંદૂરમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર સહયોગીઓ માર્યા ગયા હતા. મસૂદ અઝહરે જ આ કબૂલાત આપી હતી. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા નવ આતંકવાદી શિબિરો પર મંગળવારે સવારે 1.05 વાગ્યે હુમલો કર્યો હતો.
પાકિસ્તાનના બહાવલપુરમાં સુભાન અલ્લાહ કોમ્પ્લેક્સ પરના હુમલામાં અઝહરની મોટી બહેન અને તેના પતિ, તેમનો ભત્રીજો અને તેની પત્ની, બીજી ભત્રીજી અને તેમના પરિવારના પાંચ બાળકો માર્યા ગયા હતા એમ બીબીસી ઉર્દૂએ જણાવ્યું હતું. આ સ્ટ્રાઈકમાં અઝહરના નજીકના સહયોગી અને તેમની માતા, તેમજ અન્ય બે નજીકના સાથીઓ પણ માર્યા ગયા હતા.
હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત
આ હુમલા પછી, દુઃખી મસૂદ અઝહરે કહ્યું કે હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત. જૈશ-એ-મોહમ્મદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મૌલાના કશફનો આખો પરિવાર મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન સહિત માર્યો ગયો છે અને મુફ્તી અબ્દુલ રઉફના પૌત્રો, બાજી સાદિયાના પતિ અને તેમની મોટી પુત્રીના ચાર બાળકો ઘાયલ થયા છે. મોટાભાગની મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે.”