શું વડાપ્રધાન એપ્સટિન ફાઇલથી ડરી ગયા? નરેન્દ્ર મોદીની ગેરહાજરી અંગે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીનો સવાલ, બંને ગૃહોમાં ધમાલ
છેલ્લા ત્રણ દિવસથી સંસદના બંને ગૃહોમાં ચાલતી ધમાલ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી એ કરેલી એક ટિપ્પણી એ વિવાદ વધાર્યો છે.તેમણે લોકસભાની કાર્યવાહીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરી અંગે આકરો કટાશ કરતા પૂછ્યું કે શું વડાપ્રધાન એપ્સટિન ફાઇલથી ડરી ગયા છે?
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડા દ્વારા રાહુલ ગાંધીને “નાદાન” ગણાવવામાં આવ્યા બાદ પ્રિયંકાએ કહ્યું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતાને નિર્ભયપણે બોલવાની પરવાનગી હોવી જોઈએ.તેમણે પૂછ્યું કે કોઈ વ્યક્તિ વિશે આવી ટિપ્પણી કરવી શું યોગ્ય છે? તેમણે ઉમેર્યું કે વિપક્ષના નેતા રાજીવ ગાંધીને બોલવા દેવા જોઈએ.
આ પણ વાંચો :“PM મોદી સાથે અઘટિત ઘટના બની શકે તેવો ભય હતો, મેં તેમને ગૃહમાં હાજરી ન આપવા વિનંતી કરી,” લોકસભામાં ઓમ બિરલાનું નિવેદન
બાદમાં તેમણે સવાલ કર્યો કે સતાધારિઓ કોનાથી ડરે છે? કોઈ પુસ્તકમાંથી ઉલ્લેખ થવાથી, ‘એપ્સટિન ફાઈલ્સ’ અંગે પ્રશ્નોથી કે પછી ભારત-અમેરિકા કરારથી ખેડૂતોને થનારી સંભાવિત અસર અંગેની ચર્ચાથી?
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનની લોકસભાની હાજરી ન હોવાને કારણે ચર્ચા અટકી અને વિરોધ પક્ષના પ્રશ્નો ટળ્યા. પ્રિયંકાએ કહ્યું કે સંસદમાં મુક્ત ચર્ચા લોકશાહીની આત્મા છે અને પ્રશ્નો પૂછવાથી ભાગવું યોગ્ય નથી.
