ભારતની પ્રથમ મહિલા મહાવત ‘પાર્વતી બરુઆ’ : હાથીની સવારી કરતી મહિલાની પરંપરા અને કરુણાની યાત્રા
પાર્વતી બરુઆની જીવની હિંમત, પરંપરા અને પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણની પ્રેરણાદાયક કહાની છે. શિલોંગમાં જન્મેલી અને આસામમાં હાથીઓ વચ્ચે ઉછરેલી, તે ભારતની પ્રથમ મહિલા મહાવત બની. આ જાજરમાન પ્રાણીઓને કાબૂમાં લેવા માટે તેને ક્યારેય ટ્રાન્ક્વિલાઈઝરની જરૂર નથી; તે પેઢીઓ જૂની પદ્ધતિઓમાં માનતી હતી.
જંગલમાં પ્રારંભિક જીવન
પાર્વતીનો હાથીઓ પ્રત્યેનો પ્રેમ ઘણા સમય પહેલા શરૂ થઈ ગયો હતો. માત્ર એક મહિનાની ઉંમરે તેમના પિતા, પ્રિન્સ પ્રકિતેશ ચંદ્ર બરુઆ જે એક પ્રખ્યાત હાથી પકડનાર હતા તેમણે એની બાળકીને એક મહાવતને સોંપી દીધી. પાર્વતીનું બાળપણ હાથીઓના છાવણીઓમાં વીત્યું હતું. તેણીએ મહાવતોને હાથીને સ્નાન કરાવતા, ખવડાવતા અને આદેશ આપતા જોયા. જોઈ જોઇને તેમણે બધું શીખી લીધું.
“મેં મારી રાતો વરંડામાંથી હાથીઓ તરફ અંધકારમાં ડોકિયું કરવામાં વિતાવી,” પાર્વતી યાદ કરે છે. “મારી માતા હસતી અને કહેતી, ‘તમે હાથીની સાથે જ કેમ સૂતા નથી?'” પાર્વતી માટે હાથીઓ સ્વજન જેવા હતા.
સાહસ અને સંબંધનું જીવન
જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ પાર્વતીનો હાથીઓ સાથેનો સંબંધ ગાઢ થતો ગયો. તેમણે 14 વર્ષની ઉંમરે એક હાથી પર સ્વતંત્ર રીતે સવારી કરી અને તે હાથીને સંપૂર્ણપણે પોતાના તાબામાં લેવામાં સફળ થઇ. આ એક એવી ક્ષણ હતી જ્યારે તેના પિતાએ તેને શાબાશી આપી. આ જ તો પાર્વતીને જોઈતું હતું. તેઓ 70 વર્ષની થયા ત્યાં સુધીમાં તેમણે 600 થી વધુ હાથીઓને તાલીમ આપી હતી, જે એક સિદ્ધિ છે અને તેના માટે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. પરંતુ પાર્વતી માટે પુરસ્કારોનો કોઈ અર્થ નહોતો. તેને ખ્યાતિ કે ઓળખાણમાં રસ નહોતો. તેમને તો બસ હાથી માટે પ્રેમ હતો.
તેમના જીવનનું સૌથી ખાસ બોન્ડીંગ લખીમાલા સાથે હતું જે તેમણે 1975માં પકડેલી માદા હાથી હતી. “લાખી મારી બહેન જેવી છે. અમે સાથે મોટા થયા છીએ,” પાર્વતીએ ભાવુક થઈને કહ્યું. અત્યારે પણ, તે લાખીની મુલાકાત લેવા માટે માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નિયમિત જાય છે. તેમને જંગલ ઘર જેવું લાગે છે.
આદર માટે સંઘર્ષ
પાર્વતી માટે મહાવત બનવું સહેલું ન હતું. તે પુરુષ-પ્રધાન વ્યવસાય છે અને કામ અઘરું છે. તેમ છતાં, તેમણે ધીરજ રાખી અને ઘણું શીખતા રહ્યા. તેમણે ગ્રાસ કટર તરીકે શરૂઆત કરી હતી, પછી તે મહાવત બની અને છેવટે ફંડી બની – લાસો એટલે દોરડાનો ઉપયોગ કરીને જંગલી હાથીઓને પકડવામાં નિષ્ણાત હોય એને ફંડી કહેવાય. તેમના પિતા એટલે કે તેમના ગુરુએ તેમને દરેક સ્તરે પ્રોત્સાહિત કર્યા અને હાથીઓને સાચવવાની જૂની રીતો શીખવી.
પાર્વતી એ દિવસો વિશે ગર્વથી વાત કરે છે જ્યારે ઉજવણી ફટાકડા અને સંગીત સાથે કરવામાં આવતી હતી, જો કોઈ જંગલી હાથીને તેઓ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી શકે તો! તે હીરો બનવા માંગતી હતી અને તે તે હીરો બની ગઈ.
હાથી અને પરંપરા
પાર્વતી માટે હાથી માત્ર પ્રાણીઓ નથી – તે અબોલ જીવો તો વ્યક્તિત્વ, લાગણીઓ અને બુદ્ધિ ધરાવતા મિત્રો છે. તેઓ આધુનિક તાલીમ પદ્ધતિઓનો અસ્વીકાર કરે છે જેમાં હાથી પર હિંસા અને હાથીને નુકસાન કરે એવી દવા- ટ્રાન્ક્વીલાઈઝરનો ઉપયોગ કરવમ આવે છે. તેના બદલે, તે ધીરજ, સમજણ અને અને અમુક સરળ આદેશોના ઉપયોગમાં માને છે.
“એક હાથી તમારી આંખોમાં જોઈને જ તમને સમજી શકે છે,” તેઓ કહે છે. તેઓ આજના મહાવતોમાં દેખાતા શિસ્તના અભાવથી નારાજ છે, જેમાંથી ઘણા સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે અથવા તેઓ હાથીઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેની પરવા કરતા નથી. “હાથીઓ મશીન નથી,” તેણી ભારપૂર્વક કહે છે, “તેઓ આદર, આરામ અને પ્રેમને પાત્ર છે.”
જીવનની ખોવાયેલી રીત
પાર્વતી એ દિવસોની ઝંખના કરે છે જ્યારે જંગલો વન્યપ્રાણીઓથી ભરેલા હતા અને જ્યારે માણસો પ્રકૃતિ સાથે સુમેળમાં રહેતા હતા. તેમણે ઉત્તર બંગાળમાં કામ કરતા 20 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે, હાથીઓને માનવ વસાહતોથી દૂર સાચવ્યા છે અને તેમને નુકસાનથી બચાવ્યા છે. પરંતુ હવે, જંગલો અદૃશ્ય થઈ રહ્યા છે. હાથીના કુદરતી ઘરો છીનવાઈ રહ્યા છે
દરેક મહાવત માટે વધુ સારી તાલીમ મળવી જોઈએ. મનુષ્યો અને હાથીઓ વચ્ચે વધુ સમજણ કેળવાવી જોઈએ. પરંપરાગત પદ્ધતિઓનું પુનરુત્થાન થવું જોઈએ. એવું તે માને છે.
આસામના ચીફ એલિફન્ટ વોર્ડન તરીકે, પાર્વતીએ હાથીઓને બચાવવા અને તેમને કાબૂમાં રાખવાની પ્રાચીન, આદરણીય પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનું તેમનું કાર્ય ચાલુ રાખ્યું છે. તેમનું માનવું છે કે ટ્રાંક્વીલાઈઝર વગરની જૂની પદ્ધતિઓ પ્રાણીઓ માટે વધુ સુરક્ષિત છે. “હાથીઓ સંવેદનશીલ જીવો છે. આપણે તેમની લાગણીઓને માન આપવાની જરૂર છે.’’ પાર્વતી તેના જ્ઞાનને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે એક મહાવત તાલીમ શાળા શરૂ કરવાનું સપનું જુએ છે. તેઓ જાણે છે કે હાથીઓ વિના જંગલો તેમનો આત્મા ગુમાવે છે અને માનવતા પોતાનો એક ભાગ ગુમાવે છે.