ભારત-પાકિસ્તાન 13મી વખત ફાઈનલમાં ટકરાશે : ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
આઠ વર્ષ લાંબા ઈન્તેજાર બાદ ભારત-પાકિસ્તાનના ક્રિકેટચાકહોને કાલે રવિવારે બન્ને ક્રિકેટ ટીમ વચ્ચે ફાઈનલ મેચ જોવા મળશે. બન્ને ટીમ 2017માં ફાઈનલમાં ટકરાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના એ ફાઈનલ મેચમાં પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી જેનો બદલો લેવાની ટીમ ઈન્ડિયા પાસે તક રહેશે.
વર્ષ 1985માં ભારત-પાકિસ્તાન પહેલીવાર કોઈ મોટી ટૂર્નામેન્ટના ફાઈનલમાં ટકરાયા હતા જેમાં ભારતે બાજી મારી હતી. ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને આઠ વખત હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટ બાદ ભારત-પાકિસ્તાન અત્યાર સુધી 12 વખત મોટી ટૂર્નામેન્ટના ફાઈનલ મેચમાં એકબીજા સામે રમ્યા છે જેમાં પાકિસ્તાને આઠ વખત તો ભારતે ચાર વખત જીત મેળવી છે.
આ પણ વાંચો :‘I LOVE MUHAMMAD’ બેનર વિવાદ : રાજકોટના ભીલવાસમાં પણ આવા બેનર લાગ્યા

બન્ને વચ્ચે 2017માં છેલ્લે ફાઈનલ મેચ રમાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રને હરાવ્યું હતું. વર્લ્ડકપમાં બન્ને ટીમ એક વખત ફાઈનલમાં ટકરાઈ ચૂકી છે. વર્ષ 2007માં રમાયેલા ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં ભારતે પાકિસ્તાન સામે પાંચ રને જીત મેળવી હતી. એશિયા કપના ફાઈનલમાં ભારતીય ટીમ પહેલી વખત પાકિસ્તાન સામે રમશે. 41 વર્ષમાં આવું પ્રથમવાર બનવા પામશે.
ભારતીય ટીમે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું
ઉલ્લેખનિય છે કે ગઇકાલે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. 2025 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના વિજયનો સિલસિલો ચાલુ રહ્યો હતો. છેલ્લી સુપર-4 મેચમાં,ભારતીય ટીમે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું હતું પ્રથમ બેિંટગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં, શ્રીલંકા પણ તેમની નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે માત્ર 202 રન જ બનાવી શક્યું હતું. શ્રીલંકા માટે પથુમ નિસાન્કાએ સદી ફટકારી 58 બોલમાં 107 રન બનાવ્યા હતા. ત્યારબાદ, 2025 એશિયા કપનો પહેલી સુપર ઓવર બંને ટીમો વચ્ચે રમાઇ હતી. શ્રીલંકા સુપર ઓવરમાં માત્ર બે રન જ બનાવી શક્યું જે પછી ભારતે માત્ર ત્રણ બોલમાં મેચ જીતી લીધી. આમ, ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપમાં ફાઇનલ પહેલા અજેય રહી હતી. ત્યારે હવે ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ રમશે.
