Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝસ્પોર્ટ્સ

આજથી ત્રણ દિવસ ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ બનશે રાજકોટની મહેમાન’

Sun, January 26 2025

ત્રણ વાગ્યે ઈંગ્લેન્ડ તો સાંજે છ વાગ્યે ટીમ ઈન્ડિયા એરપોર્ટ પર ઉતરશે: બન્ને માટે સ્પેશ્યલ ફ્લાઈટ

અડદિયા, રિંગણાનો ઓળો સહિતની વિન્ટર સ્પેશ્યલ’ આઈટમ પીરસાશે
આજે આરામ કર્યા બાદ કાલે પ્રેક્ટિસ અને મંગળવારે મુકાબલો કરવા ઉતરશે બન્ને ટીમ
ભારત વતી હાર્દિક, સૂર્યા, અક્ષર તો ઈંગ્લેન્ડ વતી જોફ્રા, બટલર, લિવિંગસ્ટોન સહિતના રહેશે આકર્ષણનું કેન્દ્ર



મંગળવારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો રમાવાનો છે જેના માટે આજે બન્ને ટીમ રાજકોટ આવી પહોંચશે. એકંદરે બન્ને ક્રિકેટ ટીમ આજથી બુધવાર સુધી રાજકોટની મહેમાન' બનશે.

આજે બપોરે ત્રણ વાગ્યે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ઈંગ્લેન્ડ ટીમ ચેન્નાઈથી રાજકોટ આવી પહોંચશે તો સાંજે છ વાગ્યે ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ અકાશા એરલાઈન્સ મારફતે રાજકોટ આવશે. ટીમ ઈન્ડિયા હોટેલ સયાજી તો ઈંગ્લેન્ડ ફોર્ચ્યુનમાં ઉતરશે. અત્યારે રાજકોટમાં ઠંડી પડી રહી છે ત્યારે ખેલાડીઓનેવિન્ટર સ્પેશ્યલ’ ગણાતી વાનગીઓ જેવી કે અડદિયા, રિંગણાનો ઓળો સહિતનું પીરસવામાં આવશે. આજે બન્ને ટીમ હોટેલ પર આરામ કરશે જ્યારે આવતીકાલે સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કર્યા બાદ મંગળવારે મુકાબલો કરવા માટે મેદાને ઉતરશે. આ મેચનો પ્રારંભ સાંજે ૭ વાગ્યાથી થશે.

ભારત વતી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ આકર્ષણનું કેન્દ્ર રહેશે તો ઈંગ્લેન્ડ વતી જોફ્રા આર્ચર, જોશ બટલર, લિયામ લિવિંગસ્ટોન સહિતના રાજકોટમાં જમાવટ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. હોટેલ સયાજીમાં કેપ્ટન સૂર્યાકુમાર યાદવને પ્રેસિડેન્શીયલ રૂમ આપવામાં આવ્યો છે બાકીના તમામ ખેલાડીને સ્યુટ રૂમ અપાયા છે જેમાં તરેહ તરેહની સુવિધાઓ છે.


મેચની ટિકિટ છે કે મીસ્ટર ઈન્ડિયા': શોધ્યે મળતી જ નથી !

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારે ટી-૨૦ મુકાબલો રમાવાનો છે ત્યારે તેને સ્ટેડિયમમાં બેસીને નિહાળવા માટે ક્રિકેટરસિકો આતૂર બન્યા છે. જો કે ૧૫૦૦ કે ૨૦૦૦ના દરની ટિકિટ જ્યારથી વેચાણ શરૂ થયું ત્યારથી લઈ આજ સુધી મળતી ન હોવાને કારણે રોષ સાથે લોકો કહી રહ્યા છે કેઆ તો મેચની ટિકિટ છે કે મીસ્ટર ઈન્ડિયા ? શોધવા જવા છતાં મળી રહી નથી’ આ પાછળનું કારણ શું હશે તેવો સવાલ પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી કેમ કે પ્રથમ દિવસથી જ ઓછા દરની ટિકિટ ઓનલાઈન બુક કરવાનો પ્રયત્ન કરવામાં આવે એટલે `સોલ્ડ આઉટ’ એવું જ બતાવવામાં આવી રહ્યું હોય દાળમાં કંઈક કાળું હોવાની શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. શું બુકિંગ શરૂ કર્યાની થોડી જ વારમાં ૧૫૦૦ કે ૨૦૦૦ના દરની ટિકિટ બુક થઈ ગઈ હશે ? શું ક્રિકેટરસિકો આટલા ફાસ્ટ હશે કે બુકિંગ શરૂ થયું કે તુરંત એક બાદ એક ટિકિટ બુક કરી લીધી હશે ? બુક માય શો પર દેશના કોઈ પણ ખૂણેથી ટિકિટ બુકિંગ કરી શકાય છે તો શું રાજકોટ કે ગુજરાત સિવાય અન્ય રાજ્યના લોકોએ રાજકોટમાં મેચ જોવા માટે ટિકિટ બુક કરી લીધી હશે ? કારણ જે પણ હોય પરંતુ વાસ્તવક્તાિ એ છે કે અત્યારે મેચની ઓછા દરની ટિકિટ કોઈને પણ સરળતાથી મળી રહી ન હોય લોકોએ નાછૂટકે કાળાબજારમાં ખરીદ કરવી પડી રહી છે.

Share Article

Other Articles

Previous

લંડનમા પ્રજાસત્તાક પર્વ સમારોહની વિરુદ્ધમાં પોલીસની હાજરીમાં ખાલીસ્તાની સમર્થકોએ વિરોધ પ્રદર્શન કરતા ભારતીયોએ પણ સામો દેખાવ કરી જડબાતોડ જવાબ આપ્યો

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અધૂરી ઈચ્છા થશે પૂર્ણ, આર્થિક બાબતો કરશે હેરાન ; સ્વાસ્થ્ય સારુ રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
2 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

અમેરિકાના સુપર માર્કેટમાં અંધાધુંધ ગોળીબારમાં આંધ્ર પ્રદેશના યુવાનનું મોત
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
જી -20 સમિટમાં ચીનના વડાપ્રધાન આવશે, સત્તાવાર જાહેરાત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
લોકો ડરે નહિ! દેશમાં હવે કોરોના મહામારીની કોઈ આશંકા નથી, ફક્ત સાવધાની રાખવાની નિષ્ણાત ડૉક્ટર ગુલેરીયાની સલાહ
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી આટલા કરોડના કામોની ભેટ…જુઓ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર