IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ આજથી લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપ (બેન સ્ટોક્સના સ્થાને કેપ્ટન) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ સાથે ગિલે સતત પાંચમી ટેસ્ટ મેચમાં ટોસ હારી ગયો અને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ટીમ ઈન્ડિયાએ ગુરુવારે લંડનના ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં પોતાનો શરમજનક વિશ્વ રેકોર્ડ ચાલુ રાખ્યો. હકીકતમાં, ટીમ ઈન્ડિયા ઓવલ ખાતે 15મી વખત ટોસ હારી ગઈ. એટલે કે, આ રીતે સમજો કે ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 15મી વખત ટોસ હારી ગયું. ઈંગ્લેન્ડે ભારત સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ફરી એકવાર ટોસ જીત્યો. જ્યાં કાર્યકારી કેપ્ટન ઓલી પોપે ઓવલ ખાતે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
🚨 Toss and Team Update 🚨
— BCCI (@BCCI) July 31, 2025
England win the toss in the 5th Test and elect to field.
A look at #TeamIndia's Playing XI for the 5th and Final Test 👌👌
Updates ▶️ https://t.co/Tc2xpWNayE#ENGvIND pic.twitter.com/fxzEfXEzLA
ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લે ટોસ જીત્યો
ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લે ટોસ જીત્યો હતો. જે સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની T20 મેચ દરમિયાન થયું હતું. ટોસ અંગે ભારતનું ખરાબ નસીબ 2 T20 આંતરરાષ્ટ્રીય, 8 ODI અને 5 ટેસ્ટ મેચમાં ચાલુ છે.
આ મેચમાં, ભારતે પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કર્યા છે, જેમાં ઇજાગ્રસ્ત ઋષભ પંત, શાર્દુલ ઠાકુર, અંશુલ કંબોજ અને જસપ્રીત બુમરાહના સ્થાને ધ્રુવ જુરેલ, કરુણ નાયર, આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
UPDATE: Pitch inspection to take place at 2 PM Local Time (6:30 PM IST)
— BCCI (@BCCI) July 31, 2025
Scorecard ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND pic.twitter.com/lF9doOQThz
ભારતીય ટીમ ક્યારથી ટોસ હારી રહી છે?
ભારતીય ક્રિકેટ ટીમ સતત એવો વિશ્વ રેકોર્ડ બનાવી રહી છે, જે કોઈ પણ ટીમ પોતાના નામે કરવા માંગશે નહીં. ટીમ ઇન્ડિયાએ 31 જાન્યુઆરી 2025 થી 23 જુલાઈ 2025 વચ્ચે સતત 15 ટોસ હાર્યા છે. પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ સતત ટોસ હારવાનો આ રેકોર્ડ છે.
આ શરમજનક શ્રેણીમાં, ભારતનું નેતૃત્વ અનુક્રમે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને શુભમન ગિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો, જેણે 1999માં સતત 12 ટોસ ગુમાવ્યા હતા.
ઈંગ્લેન્ડ આ યાદીમાં ત્રીજા નંબરે છે, જેણે ડિસેમ્બર 2022 થી માર્ચ 2023 વચ્ચે 11 ટોસ ગુમાવ્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડ ચોથા નંબરે છે, જેણે 1972-73માં સતત 10 વખત ટોસ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો : Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
ટોસની દ્રષ્ટિએ શુભમન ગિલનો રેકોર્ડ કેવો છે?
ટોસની દ્રષ્ટિએ શુભમન ગિલ માટે આ પ્રવાસ ખૂબ જ ખરાબ ગણી શકાય. લીડ્સથી ધ ઓવલ સુધીની સફરમાં ભારત દરેક વખતે ટોસ ગુમાવ્યું હતું. ગિલે લીડ્સમાં કેપ્ટનશીપ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યાં તે માત્ર ટોસ હારી ગયો જ નહીં, પરંતુ મેચમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : 2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
બર્મિંગહામમાં ટોસ હારવા છતાં, ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને ૩૩૬ રનથી મોટી જીત સાથે શ્રેણી ૧-૧થી બરાબર કરી. લોર્ડ્સમાં ફરી એકવાર ભારતે ટોસ હારી ગયો, પરંતુ ગિલ બ્રિગેડ પણ મેચ હારી ગઈ અને ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગયું. માન્ચેસ્ટરમાં ગિલ ટોસ હારી ગયા પછી, ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચ બચાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. અને એ વાત નક્કી થઈ ગઈ છે કે ટીમ ઇન્ડિયાએ શ્રેણી બચાવવા માટે ઓવલમાં જીત મેળવવી પડશે.
ઓવલ ખાતે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કરુણ નાયર, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
ઓવલ ખાતે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.