Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગઠિયાએ તો ભારે કરી !! બીયારણ ખરીદીના નામે રાજકોટના વેપારીને ‘મામું’ બનાવી લાખો રૂપિયા પડાવ્યા

Tue, April 1 2025

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં શાંતિ હાઈટસ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનલ ડાઈ એન્ડ પ્રિન્ટીંગ વર્કસના નામે સાડીનું છાપકામ કરવાનું કારખાનું ધરાવતાં વેપારીને બીયારણ ખરીદીના નામે `મામું’ બનાવી ગઠિયાએ 31.48 લાખ ઉસેડી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે રાહુલ મથુરાદાસ જોગી (ઉ.વ.41)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 25-10-2024ના ફેસબુક મેસેન્જર આઈડી ઉપર `એલેક્સાઈ નાડિયા’ નામની આઈડી પરથી એક મેસેજ આવ્યો હતો અને તેમાં વોટસએપ નંબર 447776900039 નંબર પણ આપ્યો હતો. આ પછી તે આઈડીધારકે રાહુલને કહ્યું હતું કે તે એક કંપનીમાં નોકરી કરે છે અને તેની કંપનીને બીયારણની જરૂર છે જે ભારતમાં લેવાનું છે. આમ કરીને તેણે રાહુલને એક્સપોર્ટનો વ્યવસાય કરવા માટે લાલચ આપી હતી સાથે સાથે તેને જે જોઈતું હતું તે બીયારણ ભારતની કંપનીમાં જ બને છે એટલે તેણે બિયારણ કંપની ચાહમાં ટ્રેડર્સનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. આ નંબર અંનીથા જૈન નામની વ્યક્તિનો હોય તેની સાથે રાહુલે વાત કરી પ્રતિ 100 ગ્રામ 62936ના ભાવે 300 ગ્રામ બિયારણની ખરીદી કરી હતી.

આ પછી 17-11-2024ના રાહુલના ઘેર 300 ગ્રામ બિયારણ આવ્યું હતું. બિયારણ આવી ગયાની જાણ એલેક્સાઈ નાડિયા નામના આઈડીધારકને કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે કંપનીના મી.સ્મીથ ભારત આવી ગયા છે એટલે આગળના સોદા બાબતે તેની સાથે વાત કરવાની રહેશે. સ્મિથનો નંબર મળ્યા બાદ તેના સાથે વાત કરતાં તેણે કટકે કટકે બિયારણની ખરીદી કરાવી હતી અને રાહુલે તે ખરીદીના પૈસા ભરપાઈ કર્યે રાખ્યા હતા. આ રીતે તેણે 31,48,900 રૂપિયાનું બિયારણ ખરીદીને તેના પૈસા અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ભરપાઈ કરી દીધા બાદ કશું જ વળતર નહીં મળતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અત્રે એ વાત પણ નોંધનીય છે કે જો કોઈ કંપનીને બિયારણ અથવા એક્સ, વાય, ઝેડ કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તે પોતે પોતાની રીતે ન ખરીદી શકે ? શા માટે કોઈ બીજી-ત્રીજી વ્યક્તિને વચ્ચે રાખીને ખરીદી કરાવે ? આ વાત રાહુલના ધ્યાન પર ન આવી અને તેણે 31 લાખ જેવી માતબર રકમ ગુમાવવી પડી હતી.

Share Article

Other Articles

Previous

આવતીકાલે લોકસભામાં પ્રશ્નકાળ બાદ વકફ સુધારા ખરડો રજૂ થશે, આઠ કલાકની ચર્ચાનો સમય રખાયો છે, સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજીજુનું નિવેદન

Next

દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, હેલ્થ અને હાઈજીનનું હબ બનશે ગુજરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
13 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
13 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
14 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
14 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

ચાર વર્ષ મોડુ કર્યા પછી હવે આવતા વર્ષથી થશે વસતિ ગણતરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કરો જલસા! ચીઝ, સાબુ, કાર અને AC સહિત આટલી ચીજો સસ્તી : દુકાનદાર જૂના ભાવે માલ વેચે તો અહીં કરી શકશો ફરિયાદ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ભોજન પચાવવામાં સમસ્યા હોય તો અપનાવો આ ફૂડ
હેલ્થ
2 વર્ષ પહેલા
અમદાવાદ એરપોર્ટ ઉપરથી ૪ શ્રીલંકન નાગરિક ઝડપાયા : ISIS સાથે આતંકી કનેક્શન હોવાની શંકાથી પૂછપરછ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર