રસ્તા ઉપર નમાઝ પઢશો તો પાસપોર્ટ, લાયસન્સ થશે રદ : ઈદના તહેવાર પહેલા આ રાજ્યમાં પોલીસે આપી ચેતવણી
રમજાન મહિનાના છેલ્લા શુક્રવારની નમાઝ અને ઈદના તહેવાર પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે લોકોને મસ્જિદ તેમજ પૂર્વ નિર્ધારિત સ્થળોએ જ નમાજ પઢવાની સૂચના ! આપી હતી અને સાથે જ રસ્તા ઉપર નમાજ પઢનાર સામે પાસપોર્ટ અને લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.
મિરૂત શહેરના પોલીસવાળા આયુષ વિક્રમ સિઘે જણાવ્યા અનુસાર કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ મથક અને જિલ્લા લેવલે બેઠકો કરવામાં આવી હતી અને બાદમાં તમામ સ્તરે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.
પોલીસ વડાની આ ચેતવણી બાદ રાષ્ટ્રીય લોક દળના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ પણ ચેતવણી આપતા જણાવ્યું કે કોઈની સામે જો ગુના સબબ ફરિયાદ નોંધવામાં આવશે તો તેમના પાસપોર્ટ અને લાયસન્સ રદ થઈ શકે છે અને બાદમાં પોલીસના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર નવા પાસપોર્ટ અને લાયસન્સ મેળવી નહી શકાય. તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી અદાલત મંજૂરી ન આપે ત્યાં સુધી એવા દસ્તાવેજો મેળવવાનું શક્ય નહીં બને.