કેવી રીતે વધી લાલુ પરિવારની મુશ્કેલી ? વાંચો
રાજદના વડા લાલુપ્રસાદ યાદવ પરિવારની મુશ્કેલી ફરી વધી ગઈ છે. ઈડીએ ‘લેન્ડ ફોર જોબ’ મામલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ ચાર્જશીટમાં બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ, હૃદયાનંદ ચૌધરી સહિત અમિત કત્યાલનું નામ સામેલ છે. આ ઉપરાંત આ મામલે બે કંપની પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મામલે ઇડીની આ પ્રથમ ચાર્જશીટ છે જ્યારે સીબીઆઇ 3 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. ઇડીએ કોર્ટને જણાવ્યું કે, રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની ધરપકડ કરવામાં નથી આવી. આ ઉપરાંત ઇડીએ કોર્ટને એ પણ જણાવ્યું કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે અને આગળ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. હાલમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે 4,751 પાનાની છે.
રાઉઝ એવેન્યુ કોર્ટે EDને સોમવારે જ ચાર્જશીટ અને દસ્તાવેજોની ઈ-કોપી પણ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આ મમાલે કોર્ટમાં 16 જાન્યુઆરી 2024ના રોજ સુનાવણી થશે.