બેંગલોર ધડાકામાં કેટલા પકડાયા ? જુઓ
કોણે ક્યાંથી કરી ધરપકડ ?
એનઆઈએ દ્વારા બેંગલોરના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં બે મુખ્ય આતંકવાદીઓની શુક્રવારે ધરપકડ કરાઇ હતી. મુસાવીર હુસૈન શાજીબ, અબ્દુલ મતીન તાહા નામના બે આતંકીની ધરપકડ કરવામાં આવ્યા બાદ બીજા કોણ સંડોવાયેલા છે તેની હકીકત પણ બહાર આવી શકે છે.
એનઆઈએની ટીમે પશ્ચિમ બંગાળમાંથી એકની ધરપકડ કરી હતી. મુઝમ્મિલ શરીફની 27 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. મુઝમ્મિલે જ બોમ્બ બનાવવા માટેનો પુરવઠો પૂરો પાડ્યો હતો. વિસ્ફોટ બાદ છુપાયેલા મુસાવીર હુસૈન અને મદીન તાહા બંને વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરાઇ હતી. એનઆઈએની ટીમે ગુરુવારે રાત્રે પશ્ચિમ બંગાળના એક ઘરમાંથી મુસાવીર હુસૈન અને તાહાની ધરપકડ કરી હતી.
તપાસ એજન્સીએ પહેલા મુખ્ય આરોપી મુસાવીર શાજીબ હુસૈનની ઓળખ કરી હતી, જેણે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ કેસમાં અન્ય કાવતરાખોર અબ્દુલ મતીન તાહાની પણ ઓળખ થઈ હતી, જે અન્ય કેસમાં પણ એજન્સીમાં વોન્ટેડ છે.