કોરોનાએ ચીનમાં કેવું મચાવ્યું કહેર ? વાંચો
- રોજ કેટલા કેસ આવે છે ?
- કેટલા લોકોના મૃત્યુ થયા ?
કોરોના વાયરસનો પ્રકોપ 3 વર્ષ પહેલા પણ સૌથી વધુ ચીનમાં ફેલાયો હતો અને સૌથી વધુ મોત ત્યાં થયા હતા અને હવે કોરોનાના નવા વેરિયન્ટના કેસ પણ ચીનમાં હજારોની સંખ્યામાં આવી રહ્યા છે અને અનેક લોકોના મોત થઈ રહ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. સંખ્યાબંધ કેસો દરરોજ આવી રહ્યા છે. લોકો ફરી ભયભીત બન્યા છે.
સૌથી વધુ વસ્તી વાળા પ્રાંતમાં રહેતા લોકોએ એવી માહિતી આપી હતી કે મોટી સંખ્યામાં લોકો ફરી મૃત્યુ પામી રહ્યા છે અને હોસ્પિટલો તેમજ સ્મશાનોમાં લાઈનો લાંબી લાગે છે અને 24 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. નવેમ્બરમાં ચીનમાં ન્યુમોનિયા ફેલાયો હતો અને તેમાં રોજ હજારો લોકો બીમાર પડ્યા હતા અને હવે કોરોનાના નવા વેરિયન્ટને લીધે ફરી ચીનની હાલત સૌથી ખરાબ થઈ રહી છે.
હેનાન પ્રાંતના રહેવાસીઓએ એવી માહિતી આપી હતી કે રોજ હજારો લોકો તાવ અને સરદીથી પીડાઈને દવાખાને જઈ રહ્યા છે. હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને બાળકો પણ મોટી સંખ્યામાં બીમાર પડ્યા છે. નિષ્ણાતોએ પણ એમ કહ્યું છે કે નવો વેરિયન્ટ ચીનમાં કહેર કરી રહ્યો છે. સ્મશાનોમાં લાંબી લાઈનો લાગી રહી છે અને મોટી સંખ્યામાં રોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે.
હેનાન પ્રાંતમાં જ અનેક લોકોના મોત થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે અને એજ રીતે અન્ય પ્રાંતોમાં પણ હજારોની સંખ્યામાં કેસ બહાર આવી રહ્યા છે અને મૃત્યુ થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ આવા કેસ વાયરલ થઈ રહ્યા છે.