બિહારના 15 જિલ્લાઓમાં કેવી સર્જાઇ દુર્ઘટના ? કેટલા મોત થયા ?
બિહારના 15 જિલ્લાઓમાં ગુરુવારે જીવિતપુત્રિકા ઉત્સવ માટે પવિત્ર સ્નાન કરવા ગંગાની નહેરોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા જ્યાં ડૂબી જતાં 46 લોકોના મોત થઈ ગયા હતા. જેમાં 37 બાળકો અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં અલગ અલગ શહેરોમાં આ દુર્ઘટનાઓ બની હતી.
સત્તાવાળાઓએ 43 મૃતદેહો બહાર કાઢ્યા હતા અને બાકીના 3 લોકો ગુમ થયા હતા. એક સાથે 46 લોકોના મોત અને તેમાં મોટા ભાગના બળકોના મૃત્યુથી ભારે કરુણાંતિકા સર્જાઇ હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 4 લાખની સહાય જાહેર કરી હતી. આ ઉત્સવ દર વર્ષે માતાઓ દ્વારા પોતાના સંતાનોના કલ્યાણ અર્થે મનાવાય છે.
આ દુર્ઘટનાઓથી નાના એવા શહેરો અને ગામોમાં ભારે કલ્પાંત છવાયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે તંત્રવાહકો તરત જ કામે લાગી ગયા હતા.