બિહારમાં ભારે ગરમીથી કેવી બની ઘટના ? વાંચો
બિહારમાં આકરી ગરમી અને ગરમીના કહેર વચ્ચે સરકારી શાળાઓ ખુલી છે. આકરી ગરમી વચ્ચે બાળકોની હાલત દયનીય છે. હકીકતમાં બિહારના મોટાભાગના શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. જ્યારે ઔરંગાબાદ જિલ્લામાં તાપમાનનો પારો 48 ડિગ્રીએ પહોંચી ગયો છે. પરંતુ, આ કાળઝાળ ગરમી વચ્ચે પણ બિહારની સરકારી શાળાઓ ખુલ્લી છે. આવી સ્થિતિમાં ગરમીના કારણે શાળાના બાળકો સતત બેહોશ થઈ રહ્યા છે અને શિક્ષકો પણ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, બિહારના અલગ-અલગ જિલ્લાઓની 3 સરકારી શાળાઓમાં અત્યાર સુધીમાં 80 જેટલી વિદ્યાર્થિનીઓ ભારે ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી અને એમને તરત જ હોસ્પિટલ ખસેડાઇ હતી. કૂલ 3 સ્કૂલની છાત્રાઓ બેહોશ થઈ ગઈ હતી.
બિહારના શેખપુરા અને બેગુસરાઈ શહેરોમાં બે સ્કૂલોમાં આવી ઘટના બનતાં તંત્રવાહકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. વાલીઓ દ્વારા સ્કૂલો બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. એક અન્ય સ્કૂલમાં પણ 6 છાત્રાઓ બેહોશ થઈ ગઈ હતી.
જ્યારે પત્રકારોની ટીમ ગરમીથી ત્રસ્ત બાળકોની હાલત જાણવા રાજધાની પટનાની ગર્લ્સ મિડલ સ્કૂલ પહોંચી તો બાળકોએ સરકાર પાસે એસી લગાવવાની માંગ કરી. શાળાના વર્ગખંડોમાં પંખા ચોક્કસપણે ચાલી રહ્યા છે પરંતુ બાળકો અભ્યાસ કરી શકતા નથી અને પુસ્તકની નકલોનો પંખા તરીકે ઉપયોગ કરતા જોવા મળે છે.
કે.કે.પાઠક પાસે બાળકોની માંગણી છે કે, આટલી ગરમીમાં ભણવું શક્ય નથી, આવી સ્થિતિમાં કાં તો એસી લગાવવામાં આવે અથવા તો શાળા બંધ કરવી જોઈએ. આકરી ગરમીને કારણે પટના જિલ્લાના બારહ વિસ્તારમાં 6 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી છે. વિદ્યાર્થીનીઓની સારવાર ચાલુ છે.