All Eyes on Rafah ની સ્ટોરી કેમ લગાવી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ?…વાંચો..
All Eyes on Rafah આ સ્લોગન તમે હાલ સોશિયલ મીડીયા પર જોતાં જ હશો. જ્યારથી ગાઝામાં ઈઝરાયલી સેનાનું આક્રમણ થયું છે ત્યારથી તમે જોયું હશે કે લોકો ઈન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર ‘All Eyes on Rafah’ લખેલી સ્ટોરીઝ પોસ્ટ કરી રહ્યા છે અને ફોટોના કેપ્શનમાં આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે. રફાહમાં શરણાર્થી શિબિર પર થયેલા હુમલા બાદ ભારત સહિત દુનિયાભરના પ્રખ્યાત લોકો તેનાથી જોડાયેલી વાતો રજૂ કરી રહ્યા છે. બોલિવૂડ, હોલીવુડ અને સ્પોર્ટ્સ જગતની ઘણી મોટી હસ્તીઓએ આ સ્ટોરી શેર કરી છે.
‘All Eyes on Rafah’ નામનું આ અભિયાન મોટાભાગે કાર્યકરો અને માનવ સંગઠનો દ્વારા યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં યુદ્ધ વિશે જાગૃતિ ફેલાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે, જેને સામાન્ય લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ સ્લોગનનો ઉપયોગ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર રિક પેપરકોર્ન દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શહેર ખાલી કરવાની યોજના જાહેર કર્યા પછી તેમની ટિપ્પણીઓ આવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝામાં શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવા કહ્યું હતું.
આ All Eyes on Rafah સૂત્રનો અર્થ સમગ્ર વિશ્વના લોકોને પેલેસ્ટાઈનમાં બની રહેલી ઘટનાઓ તરફ આંખ આડા કાન ન કરવાની અપીલ કરવાનો છે. ભીષણ લડાઈમાંથી ભાગી ગયેલા લગભગ 1.4 મિલિયન ગઝાન હાલમાં રફાહમાં આશ્રય લઈ રહ્યા છે અને આટલી મોટી વસ્તી હોવા છતાં ઈઝરાયેલ ત્યાં હુમલાઓ કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોમાં આ નારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રફાહમાં ઇઝરાયેલના તાજેતરના હવાઈ હુમલામાં 40 પેલેસ્ટિનિયનોના મોત અને ડઝનેક લોકો ઘાયલ થયા પછી, All Eyes on Rafah સૂત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યું છે.
બોલિવૂડ સ્ટાર્સ આવ્યા આગળ
રફાહમાં રાહત શિબિરો પર થયેલા હુમલા બાદ સામે આવી રહેલી દર્દનાક તસવીરોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ હુમલા પછી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, વરુણ ધવન, રશ્મિકા મંદન્ના, સોનાક્ષી સિન્હા, સમંથા રૂથ પ્રભુ, તૃપ્તિ ડિમરી, દિયા મિર્ઝા અને રિચા ચઢ્ઢા સહિત ઘણી ભારતીય સેલિબ્રિટીઓએ પોતપોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલ સ્લોગન All Eyes on Rafah શેર કર્યું છે પેલેસ્ટિનિયનો સાથે તેમની એકતા.આલિયાએ તેની સ્ટોરી પર ઇન્સ્ટાગ્રામ પેજ ‘ધ મધરહુડ હોમ’ દ્વારા પોસ્ટ કરેલી પોસ્ટ શેર કરી અને લખ્યું #AllEyesOnRafah. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તમામ બાળકો ‘પ્રેમ, સલામતી, શાંતિ અને જીવન’ના હકદાર છે.