ફરાર કેદીઓને સજા અંગે નીતિ ઘડવા હાઇકોર્ટનો સરકારને આદેશ
જેલનાં ફરાર થતા કેદીઓ માટે સજા અંગે નીતિ જ નથી
ગુજરાત રાજ્યની વિવિધ જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ ફરાર થઇ જતા કેદીઓ જેટલો સમય ફરાર રહે તે સમયે નિયમિત કરવા અંગે તેમ જ જો આ સમયગાળો નિયમિત ન થાય તો કેદી ઉપર ઉચિત સજા લાદવા મામલે એક સર્વગ્રાહી નીતિ ઘડવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફરમાન કર્યું છે .હાઇકોર્ટની ખંડપીઠે આગામી મુદતે સમગ્ર મામલે યોગ્ય નીતિ ઘડવાની જરૂરી માર્ગ દર્શિકા જારી કરવા પણ રાજ્ય સરકારને તાકીદ કરી હતી
સાબરમતી જેલમાંથી એક કેદી દ્વારા થયેલી અરજીની સુનાવણી દરમિયાન આ સમગ્ર મામલો અદાલતના ધ્યાન પર આવ્યો હતો જેથી હાઇકોર્ટે સરકાર પક્ષ પાસેથી વિગતો મંગાવી હતી કે જો જેલમાંથી કોઈ કેદી ફરાર થઈ જાય તો તેનો કેટલો સમય ગાળો નિયમિત કરવામાં આવે છે અને કેવી રીતે આવે છે અને જો નિયમિત નથી કરાતું તો તેની પર શું સજા લાદવામાં આવે છે??
સરકાર તરફથી રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જેલ વિભાગ ગુજરાત રાજ્યના તારીખ 8 5 2015 ની માર્ગદર્શિકા રજુ કરાઈ હતી જોકે હાઇકોર્ટે માર્ગદર્શિકા અને જેલ સત્તાધિશોના પાલનમાં વિરોધાભાસ અને અલગ અલગ વલણોને લઈને ગંભીર નારાજગી પણ વ્યક્ત કરી હતી જણાવ્યું હતું કે એ બહુ આઘાતજનક છે કે જેલમાંથી કેદીઓ ફરાર થઈ જાય ત્યારે 29 દિવસથી લઈને 7,000 દિવસ સુધી ફરાર રહ્યાની અને ફર્લો લાદવાની જુદી જુદી સજા અંગેની વિગતો દર્શાવાઈ છે
આ કેસમાં કેદી જેલમાંથી 496 દિવસથી વધુ સમય સુધી ફરાર રહ્યો હતો અને તેણે જેલ સત્તાધીશો સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેની માતાની વૃદ્ધાવસ્થાના કારણે અને તેની કોઈ સારસંભાળ રાખનાર નહીં હોવાથી તે આટલો સમય ફરાર રહ્યો હતો. વડોદરા જેલના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કેદીની કેફિયત પરત્વે કોઈ જ તપાસ કે ખરાઈ કર્યા વિના કે સમર્થનકારી દસ્તાવેજો ચકાસ્યા વિના સીધો ખુલાસો સ્વીકારી લીધો હતો