હેમંત સોરેન 3જી વાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા; શપથ લીધા
જેલમુક્ત થયા બાદ ઝારખંડમાં ફરીવાર હેમંત સોરેન મુખ્યમંત્રી બની ગયા હતા. ગુરુવારે સાંજે એમણે શપથ લીધા હતા. રાજભવનમાં એમને રાજ્યપાલ રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન ત્રીજીવાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. એમને નેતાઓએ અભિનંદન આપ્યા હતા.
બુધવારે ગઠબંધનની બેઠક મળી હતી જેમાં હેમંત સોરેનને વિધાનસભા પક્ષના નેતા ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંપાઈ સોરેનએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. બુધવારે જ હેમંત સોરેન ટેકાના પત્ર રાજ્યપાલને સોંપી આવ્યા હતા.
શપથ ગ્રહણ સમયે હેમંતના પત્ની સહિતનો આખો પરિવાર હાજર રહ્યો હતો. ગુરુવારે હેમંત સાથે બીજા કોઈ ધારાસભ્યએ શપથ લીધા નહતા. ટૂક સમયમાં જ કેબીનેટનો વિસ્તાર કરાશે તેમ જેએમએમના પ્રમુખે જણાવ્યું હતું.