કાશ્મીરના રામબનમાં ફસાયેલા રાજકોટિયન્સ માટે હેલ્પલાઈન શરૂ, આ નંબર પર કોલ કરશો તો તંત્ર કરશે તમારી મદદ
કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બનતાં ભારે વરસાદના પરિણામે નદીઓમાં પુર અને ભૂસ્ખલન થતાં જમ્મુ કાશ્મીરને જોડતા રસ્તાઓ બંધ થયા છે. જેના કારણે રાજકોટ જિલ્લાના ફસાયેલા પ્રવાસીઓની મદદે જિલ્લા વહીવટી તંત્ર આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકો માટે ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર ખાતે ફસાયેલા લોકોની જાણકારી માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબરની સેવા શરુ કરવામાં આવી છે. જેમાં 0281- 2471573 હેલ્પલાઈન નંબરમાં ફસાયેલા લોકોનું નામ, સરનામું(અહીંનું અને ત્યાંનું પણ) તાલુકાનું નામ, ફોન નંબર (અહીં અને ત્યાનો) સહિતની વિગતો મોકલી આપવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.