ભારે કરી! ઘરધણી ઘરમાં હતા’ને બે-બે વખતમાં થઇ રૂ. 3.57 લાખની રોકડની ચોરી
રાજકોટના મવડી નજીક રામધણની બાજુમાં સંસ્કાર એવન્યુ સી-402 નંબરના ફ્લેટમાં રહેતા હાર્ડવેરના ધંધાર્થી કીર્તિભાઈ દામજીભાઈ સાવલિયાના ઘરમાંથી 10 દિવસના અંતરાલમાં બે વખત મળી કબાટમાંથી માત્રને માત્ર 3,57,400 રૂપિયાની રોકડની ચોરી જ થયાના બનાવમાં ઘટનાના દોઢ માસ બાદ હવે તાલુકા પોલીસ સમર્થકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદના પુત્રનો ગત તા.24-6ના રોજ કરનો પ્રસંગ હતો. મહેમાનો ઘરે આવેલા હતા. તા.૨૭ના રોજ કબાટ્- ચેક કરતાં અંદર તિજોરીમાંથી 37,400ની રોકડ ગાયબ હતી. જે તે સમયે મહેમાન કે કોઈ ઘરના નજીકના વ્યક્તિએ આવું કર્યું હોય તો આવી શંકાએ કીર્તિભાઈએ ફરિયાદ કરી ન હતી.
આ પણ વાંચો : 20 વર્ષ બાદ ભારતમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ : અમદાવાદ બનશે યજમાન,2030માં થશે આયોજન
ચાર દિવસ બાદ તા.1ના પેમેન્ટ આવ્યું હતું જે કીર્તિભાઈએ કબાટની તિજોરીમાં રાખ્યું હતું. તા.7ના રોજ અંદરથી 18 હજાર કાઢતા 3.30 લાખની રોકડ પડી હતી. તા.9ના કબાટની તિજોરીનો લોક ફીટ કરવા કબપાટ ખોલ્યો હતો. અંદર ચેક કરતાં 3.20 લાખ ગાયબ હતા. માત્ર દસ હજાર રૂપિયા જ અંદર પડયા હતા.
બે-બે વખત રૂપિયા ગુમ થઈ જતાં કીર્તિભાઈ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ મથકે ગયા હતા. પોલીસે અરજીના આધારે તપાસ કરી હતી. શંકા હતી તેને ચકાસ્યા પરંતુ કાંઈ નીકળ્યું ન હતું. ગઈકાલે ફરિયાદી કીર્તિભાઈ પોલીસ કમિશનરને મળતા આજે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.
