એક સમયમાં 63 રૂપિયામાં 10 ગ્રામ સોનું મળતું, અત્યારે લાખેણું : છેલ્લા 61 વર્ષના સોનાના ભાવ વાંચીને ચોંકી જશો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલુ ટેરિફ યુદ્ધ ભલે વિશ્વના જુદા જુદા દેશોને મોંઘુ પડી રહ્યું હોય પરંતુ ભારતમાં લોકોના ઘરમાં કે બેન્કમાં રહેલુ સોનુ પડયુ પડ્યુ લાખેણુ થઈ ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તો સોનાની કિંમત લગભગ ડબલ આસપાસ થઇ ગઈ છે. અત્યારે 10 ગ્રામ સોનાની કિંમત1,00,000 રૂપિયાને વટાવી ગઈ છે. જ્યારે MCX પર સોનાની કિંમત 99000 રૂપિયાથી ઉપર છે. આજે ભલે સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હોય, પણ એક સમય હતો જ્યારે સોનુ ફક્ત 63 રૂપિયામાં એક તોલા સોનુ મળતુ હતુ.
1964માં ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર 63 રૂપિયા હતો. પરંતુ આજે સોનાનો ભાવ 100,000 રૂપિયાને વટાવી ગયો છે. અત્યારે તો અમૂલ ગોલ્ડ 66 રૂપિયાનું એક લીટર મળે છે પણ અત્યારે ,જે સિનીયર સિટીઝન છે તેમનાં જન્મ સમયે સોનુ માત્ર 63 રૂપિયાનું એક તોલા મળતુ હતુ એ હકીકત છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવમાં થયેલા ફેરફાર પર નજર કરીએ. તો, 2020 થી તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. હા, 2020 માં, 10 ગ્રામ સોનાની કિંમત 50,151 રૂપિયા હતી અને હવે એપ્રિલ 2025 માં, તે 1 લાખ રૂપિયાને વટાવી ગઈ છે.

માર્ચ 2023માં સોનાનો ભાવ 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સ્તર પાર કરી ગયો અને પછી એપ્રિલ 2024માં તે 70,000 રૂપિયા સુધી પહોંચી ગયો. આ વર્ષે ૨૦૨૫માં અત્યાર સુધીમાં સોનાએ 32 ટકા વળતર આપ્યું છે. . ખરેખર, સોનાને સંકટનુ સાથી કહેવામાં આવે છે. જ્યારે આર્થિક કટોકટીની સ્થિતિ ઊભી થાય છે ત્યારે વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોનું ખરીદવાનું શરૂ કરે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે.