ભારે કરી! 6,000 ભાડું કમાવવા જતાં યુવકે 10 લાખની સ્કોર્પિયો ગુમાવવી પડી, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી પોલીસ ચોકી સામે આવેલી આઈ-મોગલ કાર રેન્ટલ સાથે બે શખસોએ કારની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે ભાવેશ અમરશીભાઈ સોખડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 29 જૂને તેના ઉપર પરેશ અરજણભાઈ વાઢેણ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે એક દિવસ માટે સ્કોર્પિયો કાર ભાડે માંગી હતી. આ પેટે 6,000 રૂપિયા ભાડું નક્કી થયું હતું. આ પછી એસ્ટ્રોન ચોક પાસે તેને જીજે36-એએલ-0303 નંબરની સ્કોર્પિયો ગાડી આપી હતી અને તેની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટના ફોટો પણ મેળવ્યા હતા. આ વેળાએ પરેશની સાથે સાગર ખાનાભાઈ પરમાર પણ હતો. આ ગાડી બન્ને 30 જૂને પરત આપી જશે તેવો વાયદો કરીને ગયા બાદ 30 જૂને ન આવતાં પરેશને ફોન કર્યો હતો જેથી તેણે 1 જૂલાઈએ ગાડી આપી જશે તેવું કહી ફોન બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો : જામનગર-અમૃતસર એક્સપ્રેસ વેની હાલત ખરાબ : વીડિયો વાયરલ થયા બાદ ગડકરીનું આકરું પગલું, પ્રોજેક્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ
સ્કોર્પિયોમાં જીપીએસ લગાડેલું હોવાથી તપાસ કરતાં તે પણ બંધ જોવા મળ્યું હતું ત્યારબાદ પોતાની રીતે તપાસ કરતાં ગાડી હારીજમાં પડી હોવાનું ધ્યાન પર આવ્યું હતું અને પરેશ તેમજ સાગરે આ ગાડી ગીરવે મુક્યાનું ખુલતાં હારીજ પોલીસને જાણ કરી હતી. પ્રથમ દિવસે હારીજમાં જઈને તપાસ કરતાં ગાડી જોવા મળી હતી પરંતુ બીજા દિવસે ત્યાંથી પણ ગાયબ થઈ જતાં આ ગાડી પરેશ અને સાગરે પચાવી પાડી હોવાનું સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.