7 કરોડની ઘડિયાળ પહેરી હાર્દિક પાકિસ્તાન સામે રમ્યો !! ઘડિયાળનું વજન માત્ર 20 ગ્રામ
પાકિસ્તાનને કદ પ્રમાણે વેંતરી વિરાટ કોહલીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જીત પાછળ અન્ય પરિબળો પણ જવાબદાર હતા જેમાં આઠ ઓવરમાં માત્ર ૩૧ રન આપીને બે મહત્ત્વની વિકેટ લેનારા હાર્દિક પંડ્યાનું યોગદાન પણ રહ્યું હતું. બાબર આઝમને આઉટ કરી જ્યારે તે ભારતની પહેલી વિકેટની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે દુનિયાની નજર હાર્દિકના કાંડા પર બંધાયેલી લકઝરી ઘડિયાળ ઉપર પડી હતી.
દુનિયા હાર્દિકના મોંઘેરા શોખથી પરિચીત છે. લકઝરી લાઈફસ્ટાઈલ અને બિન્દાસ્ત જિંદગી જીવનારા હાર્દિક પાસે ઘડિયાળનો ખજાનો છે. પાકિસ્તાન સામે તેણે રિચર્ડ મીલ આરએમ૨૭-૨ સીએ એફક્યુ ટૂરબિલન રાફેલ નડાલ સ્કેલેટન ડાયલ એડિશન પહેરી હતી. આ પ્રકારની માત્ર ૫૦ ઘડિયાળ જ બની હતી. તેને મુખ્યત્વે ટેનિસના દિગ્ગજ રાફેલ નડાલ માટે બનાવાઈ હતી. આ ઘડિયાળનું વજન ૨૦ ગ્રામથી પણ ઓછું છે જેની કિંમત સાત કરોડ રૂપિયા છે. હાર્દિક આઈપીએલમાં પણ આ ઘડિયાળ પહેરીને રમી ચૂક્યો છે.