દંપતિ ક્યારે મા-બાપ બનશે તે સરકાર નક્કી કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે સરોગસી કાયદા અંગે ગુરુવારે મહત્વનો ફેસલો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સરોગસી અંગેનો કાયદો લાગુ થયો તે પહેલ જ સરોગસીની પ્રક્રિયા શરૂ કરનાર દંપતિ કાયદામાં નિર્ધારિત વય સીમા વટી ગયા બાદ પણ પ્રક્રિયા યથાવત રાખી શકે છે. સરકાર એ નક્કી કરી શકે નહી કે કયુ દંપતિ માં-બાપ બની શકે છે. 29 જુલાઈએ એક આવા કેસમાં અદાલતે ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો. જૈફ વયના દંપતિ મા -બાપ બની શકે નહિ તેવી સરકારની દલીલ અદાલતે ફગાવી દીધી હતી.
વર્તમાન કાયદા મુજબ સરોગસી માટે મહિલાની વય 23 થી 50 વર્ષ અને પુરુષની વય 26 થી 55 વર્ષ હોવી જરૂરી છે. અદાલતે એવી કોમેન્ટ પણ કરી હતી કે કયુ દંપતી માં-બાપ બની શકે છે તે સરકાર નક્કી કરી શકે નહી.
ન્યાયમૂર્તિ નાગરત્ના અને ન્યાયમૂર્તિ વિશ્વનાથનની બનેલી બેન્ચે એમ ઠરાવ્યું હતું કે કાયદો લાગુ થયા પહેલ જ જે દંપતીએ પોતાનો ભ્રૂણ ફ્રીઝ કરી દીધો હતો એવા બધા જ દંપત્તિને સરોગસીનો અધિકાર મળવાનો રસ્તો ક્લિયર થઈ ગયો હતો. કારણ કે એ સમયે કોઈ વય સીમા લાગુ થઈ નહતી. એટલા માટે અધિનિયમમાં નિર્દેશિત વય સીમા આવા કેસમાં પાછલી અસરથી લાગુ થઈ શકે નહી.
આ પણ વાંચો :રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે ખોલ્યું ત્રીજું નેત્ર: 100 કરોડથી વધુનો ટેક્સ ન ભરી શકનારનો લકઝરીયસ ફ્લેટ જપ્ત
અદાલતે એમ સાફ શબ્દોમાં કહ્યું હતું કે કાયદાની જોગવાઇઓ જૂના કેસમાં લાગુ થઈ શકે જ નહિ. જે લોકોએ કાયદો આવ્યો તે પહેલા જ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી એમને સરોગસીની પ્રક્રિયા ચાલુ જ રાખવાનો અધિકાર છે. સરોગસીની પ્રક્રિયાનો પ્રારંભ ત્યારે જ માનવામાં આવે છે કે જ્યારે શુક્રાણુ અને અંડાણુ કાઢી લેવાયા હોય.
આ તબક્કા બાદ દંપતીએ બીજું કઈ કરવાની જરૂર નથી હોતી, કારણ કે આગળનો તબક્કો ભ્રૂણને સરોગેટ માં ના ગર્ભમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે. આ તબક્કા સુધી પહોંચી ગયા બાદ દંપતીએ સરોગસી કરાવવાનો પોતાનો નિર્ધાર કરી લીધો હોય છે.
