Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગોંડલ : ‘મકાન વેચવાનું છે’નું બોર્ડ ફાયરિંગ સુધી લઈ ગયું, 50 લાખ પણ ગુમાવવા પડ્યા !

Thu, April 3 2025
  • પત્નીના નામનું મકાન વેચવા કાઢ્યું’ને ખેડૂતને થયો ચાર ગઠિયાનો ભેટોઃ છ રાઉન્ડ ફાયરિંગ કરી ઠગે કહ્યું, `હવે જમીન-મકાન પાછું લેવા આવશો તો આ બંદૂક તમારી સગી નહીં થાય’

ગોંડલના ભોજરાજપરામાં રહેતાં ખેડૂતે પોતાની પત્નીના નામનું મકાન વેચવા કાઢ્યું હોય `આ મકાન વેચવાનું છે’ તેવું બોર્ડ લગાવતાં જ તેને ચાર ગઠિયાનો ભેટો થઈ ગયો અને વાત ફાયરિંગ સુધી પહોંચી ગઈ સાથે સાથે ખેડૂતે 50 લાખ રૂપિયા પણ ગુમાવવા પડ્યા હતા !

આ અંગે ભોજરાજપરામાં તક્ષશીલા સોસાયટીમાં શ્રી યમુના કૃપા શેરી નં.3માં રહેતા મહેશભાઈ છગનભાઈ કોટડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ભોજરાજપરામાં જ તેમના પત્નીના નામનું 66 વારનું મકાન વેચવાનું હોય મકાન ઉપર વેચવા માટેનું બોર્ડ લગાવ્યું હતું. આ બોર્ડ વાંચીને વીરપુરનો કરણ ઠુંગા મહેશભાઈ પાસે આવ્યો હતો અને મકાન વેચવા બાબતે વાતચીત કરી હતી. આ વેળાએ કરણ સાથે દિવ્યેશ ભીમશીભાઈ બારડ (રહે.જૂનાગઢ) પણ સાથે હતો. આ વેળાએ કરણ અને દિવ્યેશે મહેશભાઈને એમ કહ્યું હતું કે તેમની પાસે એક પાર્ટી છે જે મોણપર ગામે પ્રતાપ જીલુભાઈ ધાધલની જમીન ખરીદવા માંગે છે. જો કે આ જમીન પટેલની હોય તો જ પાર્ટી ખરીદવા માંગતી હોય આપણે એ જમીન 20 લાખ પ્રતિ વિઘા લેખે પાંચ કરોડમાં ખરીદી 28 લાખ પ્રતિ વિઘા લેખે પાર્ટીને વેચી દેશું.

આ રીતે પ્રતિ વિઘાલેખે મળનારા આઠ લાખ કરણ અને દિવ્યેશ રાખશે અને મહેશભાઈને તેમના મકાનની કિંમત 1.20 કરોડ ચૂકવી દેશે. એકંદરે 25 વિઘા જમીન મહેશભાઈની છે તેવું પાર્ટીને કહેવાનું હોવાની વાત મહેશભાઈએ સ્વીકારી લીધી હતી. આ પછી બધા પ્રતાપ ધાધલની વાડીએ ગયા હતા અને જમીનનો સોદો કર્યો હતો અને બાનાપેટે અઢી લાખની રકમ રૂપેશ શાત્તાકભાઈ નાંઢા (રહે.સુરત) કે જેને આ જમીન 28 લાખમાં વેચવાની હતી તેની પાસેથી લઈને પ્રતાપને આપ્યા હતા. આ પછી રૂપેશે મહેશભાઈને કહ્યું હતું કે હું જ્યારે ગોંડલ આવું ત્યારે મને સાટાખત કરી આપશો એટલે હું તમને બાનાપેટે ચાર કરોડ પૂરા આપી દઈશ.

આ પછી પ્રતાપને એક કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું જેમાંથી 50 લાખ દિવ્યેશ અને 50 લાખ મહેશભાઈએ પ્રતાપ ધાધલને ચૂકવ્યા હતા. આ રકમ ચૂકવાઈ ગયા બાદ ઘણો લાંબો સમય વીતી જતાં સોદાની કોઈ જ વાત આગળ વધી ન્હોતી. અધૂરામાં પૂરું રૂપેશે એમ કહી દીધું હતું કે મારી પાસે જે પૈસા હતા તે રોકાઈ ગયા છે અને પૈસાની વ્યવસ્થા થશે ત્યારે આવીશ. આ ગઠિયાગેંગે મહેશભાઈના મકાનનો સાટાખત પણ ભરાવી લીધો હતો. આ અંગે દિવ્યેશ અને કરણે પણ જવાબ આપવાનું ટાળતાં મહેશભાઈ અને તેમનો પુત્ર પ્રતાપ ધાધલ પાસે દોડી ગયા હતા જ્યાં જઈને જમીનનો સોદો રદ કરવાનું કહેતાં પ્રતાપ ધાંધલ ઉશ્કેરાઈ ગયો હતો અને હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કરતાં કહ્યું કે અહીં દીપડા આવે છે એટલે ફાયરિંગ કર્યું છે પરંતુ જો હવે તમે પૈસા કે જમીન લેવા આવશો તો આ બંદૂક તમારી સગી નહીં થાય અને તમારા ઉપર પણ ફૂટશે ! આમ વીરપુરના કરણ ઠુંગા, જૂનાગઢના દિવ્યેશ ભીમશીભાઈ બારડ, પ્રતાપ ધાધલ અને સુરતના રૂપેશ નાંઢાએ મળીને મહેશભાઈની 50 લાખની રોકડ, મકાન સહિતનું પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ : GIDCના પ્લોટ ફાળવણી અને તબદિલીમાં સ્ટેમ્પ ડયુટીની ચોરી, 150 અસામીઓની યાદી તૈયાર

Next

આખું કોળું શાકમાં !! ફેકટરીઓને ફાયર સેફ્ટિમાંથી મુક્તિ ? શાળા, કોલેજ, હોસ્પિટલો, હાઈરાઈઝ બિલ્ડીંગ માટે ફાયર સેફટી ફરજીયાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
15 કલાક પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
15 કલાક પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
16 કલાક પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

સુપ્રીમ કોર્ટે ગુટખા નહીં વેચવાની શરત સાથે આરોપીને જામીન આપ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટેક્સાસની પૂર હોનારતમાં 80થી વધુ લોકોના મોત : 41 લોકો લાપતા, અનેક વિસ્તારોમાં ફરી પૂરની ચેતવણી
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
પંજાબની તમામ 13 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, કોંગ્રેસને બેઠકો આપવાનો ઇન્કાર
Breaking
2 વર્ષ પહેલા
કર્ણાટકના મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા બદલ સોમવારે રાજ્યપાલ સામે કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરશે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર