ગોલમાલ નહીં ચાલેઃ ખનિજ વહન કરતા ભારે વાહનોમાં હવે GPS સતત ચાલુ રાખવી પડશે
લાખો, કરોડોની ખનીજ ચોરી રોકવા વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ (VTMS) નિયમો મુકાયા
જે વાહનમાં જીપીએસ બંધ હશે અથવા પૂરો ડેટા નહીં હોય, સિગ્નલ બંધ હશે
તો આવા વાહનોને રોયલ્ટી પાસ, ચલણ કાઢવાની મંજુરી નહીં અપાય
રાજ્ય સરકાર દ્વારા ખનિજ વહન પર કડક નિયંત્રણ કે ખનીજચોરોને નાથવા માટે લાખો, કરોડોની ખનીજ ચોરી રોકવા તેમજ વાહન વ્યવહારને વધુ પારદર્શક બનાવવા માટે ટ્રેિંકગ મોનિટિંરગ સિસ્ટમ (વીટીએમએસ) અંતર્ગત હવે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ નિયમ મુજબ ખનિજ વહન કરતા તમામ ભારે વાહનોમાં GPS ડિવાઇસ સતત ચાલુ રાખવાના નિયમન ફરજિયાત બનાવવામા છે.
આધારભૂત વર્તુળોમાંથી જાણ્યા મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર જો મુસાફરી દરમિયાન GPS બંધ રહેશે, સિગ્નલ નહીં મળે અથવા પૂરતો ડેટા સિસ્ટમમાં અપલોડ નહીં થાય તો તે વાહનને રોયલ્ટી પાસ તેમજ ચલણ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં વાહનનું સિસ્ટમ એક્સેસ બ્લોક થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
જીપીએસમાં કોઈ છેડછાડ હશે તો બ્લેકલિસ્ટ કરાશે ગુનો પણ નોંધાવાશે ખનીજ વહન કરતાં વાહનોના ડ્રાઇવરો
અને માલિકોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે ટ્રિપ દરમિયાન GPS
ડિવાઇસ સતત ચાલુ રાખવી ફરજિયાત જ રહેશે. GPS ડિવાઇસ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરી કે કર્યાનો માલુમ પડશે કે ચેિંકગ તપાસમાં આવું કંઈ ખુલશે તો આવા કિસ્સાઓમાં વાહન બ્લેકલિસ્ટ કરવા સહિત કડક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આજથી પંદર દિવસમાં (30 ડિસેમ્બર) 80% ડેટા ઉપલબ્ધ કરવાનો રહેશે
નવા VTMS નિયમો 15 ડિસેમ્બર સોમવારથી અમલમાં મુકાયા છે. સાથે જ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તા. 30 ડિસેમ્બર, 2025 સુધીમાં ઓછામાં ઓછો 80 ટકા GPS ડેટા સિસ્ટમમાં ઉપલબ્ધ કરાવવો ફરજિયાત રહેશે. આ દરમિયાન નિયમોના પાલન પર સતત નજર રાખવામાં આવશે.
નવી સિસ્ટમથી વાહનની તમામ માહિતી તંત્રને મળશે ખનન અટકાવવાનો પ્રયાસ
VTMS સિસ્ટમ દ્વારા વાહનની ગતિ, રૂટ અને સમયની સંપૂર્ણ માહિતી તંત્રને મળશે, જેના કારણે ગેરકાયદે ખનન, ખનિજ ચોરી અને કરચોરી પર અંકુશ આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલાંથી ખનિજ પરિવહન વધુ શુદ્રઢ અને સૂવ્યવસ્થિત થઈ શકશે.
