જ્ઞાનવાપી કેસ : સર્વેની હિન્દુ પક્ષની અરજી રદ
વારાણસી કોર્ટે કહ્યું, સમગ્ર સંકુલનો સર્વે નહીં થાય
જ્ઞાનવાપી અંગે ચાલી રહેલી કોર્ટ લડાઈ વચ્ચે શુક્રવારે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. હવે વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકે જ્ઞાનવાપી વિવાદ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો કોર્ટે હિન્દુ પક્ષની સર્વે અંગેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એમ ઠરાવ્યું હતું કે સમગ્ર સંકુલનો સર્વે નહીં થાય.
કોર્ટમાં હિન્દુ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજની નીચે શિવલિંગનો દાવો કર્યો છે. આ સાથે હિન્દુ પક્ષે અહીં ખોદકામ કરીને એએસઆઇ સર્વેની માંગણી કરી હતી. મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે ખોદકામથી મસ્જિદની જગ્યાને નુકસાન થઈ શકે છે.
હકીકતમાં, વર્ષ 1991માં, હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્મા વતી જ્ઞાનવાપી મસ્જિદના માલિકી હક્ક મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. લગભગ બે દાયકા સુધી ચાલેલી સુનાવણી પછી, હિન્દુ પક્ષ દ્વારા વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગણીઓ મૂકવામાં આવી હતી.