જૂનાગઢના બૂટલેગર ધીરેન કારિયાની ફેક્ટરી જમીનદોસ્ત કરાઈ : સ્ટેટ મોનિટરિંગ સેલનું ઓપરેશન
રાજ્યભરમાં ગુનેગારોની કમર તોડી નાખવા કે અસામાજિક તત્વોને સાફ કરવાના ડીજીપીના ૧૦૦ કલાકના અભિયાન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા રાજ્યના ૧૩ લિસ્ટેડ બૂટલેગર્સ અને બે ગેમ્બલરના તૈયાર કરાયેલા લિસ્ટ મુજબ જૂનાગઢના કૂખ્યાત બૂટલેગર ધીરેન કારિયાની ખામધ્રોળમાં આવેલી ફેક્ટરીનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી નખાયું છે.
એસએમસીના એસપી નિર્લિપ્તરાયના વડપણ હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ૧૫ ટીમોએ રાજ્યના કૂખ્યાત ૧૩ બૂટલેગર્સની ગેરકાયદે મિલકતોના ૭૨ કલાકમાં લિસ્ટ તૈયાર કર્યા હતા જેમાં સૌરાષ્ટ્રમાં દારૂનું નેટવર્ક ધરાવતા રાજકોટના અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફ થઈમના રાજકોટમાં સૂચિતમાં આવેલા બાંધકામ તથા જૂનાગઢના નામચીન ધીરેન અમૃતલાલ કારિયાની ખામધ્રોળ ગામના સર્વેમાં આવેલી ધાળાદાણ બનાવવાની ફેક્ટરી બાંધકામ શેડની યાદી સામેલ હતી.
કૂખ્યાત બૂટલેગર ધીરેનની ફેક્ટરી પર બૂલડોઝર ફેરવીને એસએમસીએ ગેરકાયદે બાંધકામ તોડી પાડયું છે. અન્ય આવા લિસ્ટેડ ગુનેગારો એસએમસીના રડારમાં હોવાનું અને આગામી સમયમાં ત્યાં તવાઈ ઉતરશે.