સાંસદ તરીકે ચૂંટાયા પછી ગેનીબેનનું ધારાસભ્ય તરીકે રાજીનામુ
તાજેતરની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે આજે વાવના ધારસભ્ય તરીકે પોતાનું રાજીનામુ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સુપ્રત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વાવના મતદારોએ તેમને બે ટર્મ સુધી પ્રતિનિધિ બનાવીને વિધાનસભામાં મોકલી હતી તે બદલ હું પ્રજાનો આભાર માનુ છું.
તેમણે એમ પણ કહ્યું કે, મને હવે લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવાની તક મળી છે અને હું લોકોના હિત માટે કાયમ કામ કરતી રહીશ.