Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર

Fri, August 1 2025

બેંગલુરુની વિશેષ અદાલતે જનતા દળ (સેક્યુલર)ના નેતા અને હસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મના ગંભીર આરોપોમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સજાની જાહેરાત માટે 2 ઓગસ્ટ, શનિવારનો દિવસ નક્કી કર્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ પ્રજ્વલ રેવન્ના ભાવુક થઈ ગયા અને કોર્ટરૂમમાં જ રડવા લાગ્યા હતા.

પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ દુષ્કર્મનો પ્રથમ કેસ હસન જિલ્લાના હોલેનારસીપુરા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસ એપ્રિલ 2024માં એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે, જે રેવન્નાના પરિવારના ફાર્મહાઉસમાં ઘરકામ કરતી હતી. આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2021થી પ્રજ્વલ રેવન્ના તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતા હતા અને તેને ધમકી આપતા હતા કે જો તેણે આ ઘટનાઓની જાણ કોઈને કરી તો તે અશ્લીલ વીડિયો જાહેર કરી દેશે. આ ફરિયાદે રેવન્ના સામેના ગંભીર આરોપોને સામે લાવ્યા અને આ કેસે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.

આ પણ વાંચો : ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત

સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 2000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 123 પુરાવા મેળવવામાં આવ્યા હતાં. જે રેવન્ના વિરૂદ્ધ આરોપો સાબિત કરતા હતાં. 31 ડિસેમ્બર, 2024થી ટ્રાયલ શરૂ થઈ હતી. કોર્ટમાં 23 સાક્ષીઓ રજૂ થયા હતાં. જેના આધારે આજે ચુકાદો આપવામાં આવ્યો હતો.

પ્રજ્વલ રેવન્નાએ હાસનમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઘણી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. મોબાઈલમાં શૂટ વીડિયો આ કેસનો મહત્ત્વનો પુરાવો સાબિત થયા હતા. વીડિયો ક્લિપ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ફેક્ટ ચેક માટે મોકલવામાં આવી હતી. જે સાચી સાબિત થઈ હતી.

આ પણ વાંચો : Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે

દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા પછી  પ્રજ્વલ અચાનક ગાયબ થઈને જર્મની પહોંચી ગયો હતો. પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સામે દાખલ થયેલી એફઆઈઆર બાદ એચડી રેવન્નાની ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ કેટલાક દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર બહાર આવી ગયા હતા. તે દરમિયાન જેડીએસે પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો. એસઆઈટીએ બેંગ્લુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રજ્વલની ધરપકડ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવન્ના રેવન્ના દેશના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાનાં પૌત્ર  છે.

Share Article

Other Articles

Previous

71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

Next

ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

બોલરને ‘દાદાગીરી’ ભારે પડી !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
‘મન કી બાત’માં જગદીશ ત્રિવેદીનો ઉલ્લેખ : મોદીએ ભરપૂર વખાણ કર્યાં
નેશનલ
2 વર્ષ પહેલા
અસદ દેશ છોડીને ભાગી ગયા બાદ તરત જ અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા શરૂ કર્યા : ISISના આતંકી છુપાયા હોવાનો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આખા ગુજરાતમાં રાજકોટના રસ્તા સૌથી વધુ જોખમી : અકસ્માતનો મૃત્યુદર દિલ્હી-હૈદરાબાદ કરતા પણ વધુ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર