બિહારમાં અંતે રાજદ,કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે સમજૂતી
એનડીએ સામે હવે મહાગઠબંધન નો જંગ
પટણામાં પત્રકાર પરિષદમાં સત્તાવાર જાહેરાત
બિહારમાં લાંબી ખેંચતાણને અંતે હવે વિપક્ષોના મહાગઠબંધનના સાથી પક્ષો રાષ્ટ્રીય જનતા દળ,કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે બેઠક સમજૂતી થઈ ગઈ છે. પટણામાં આ પક્ષના નેતાઓએ પત્રકાર પરિષદમાં આ ઘોષણા કરી હતી.
થયેલી સમજૂતી અનુસાર બિહારની 40 માંથી 26 બેઠકો પર રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારો ચૂંટણી લડશે. કોંગ્રેસને 9 અને ડાબેરી પક્ષોને 5 બેઠકો ફાળવવામાં આવી છે.
બિહારમાં ઔરંગાબાદ, સિવન, બેગસુરાઇ, પુરનીયા એન્ડ કટિહાર એ પાંચ બેઠકો મામલે પેચ ફસાયો હતો. રાષ્ટ્રીય જનતા દળે ઔરંગાબાદની બેઠક ઉપર અભય કુશવાહાને પ્રતીક ફાળવી દેતા વિવાદ થયો હતો. કોંગ્રેસ એ બેઠક ઉપરથી પૂર્વ રાજ્યપાલ નિખિલ કુમારને લડાવવા માગતી હતી. એ જ રીતે બેગસુરાઈની બેઠક માટે સીપીઆઇએ ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. આ પાંચ બેઠકો વચ્ચે વિવાદ થયા બાદ ગઠબંધન પડી ભાંગે એવી સ્થિતિ સર્જાઇ હતી.
જો કે બંને પક્ષના મોવડી મંડળની લાંબી મથામણ બાદ અંતે મામલો ઉકેલાયો છે. એ પાંચ બેઠકોમાંથી ઔરંગાબાદ, સીવન અને પુરણીયા ની બેઠક ઉપર રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારો મેદાનમાં ઝુકાવશે. કટિહાર ની બેઠક કોંગ્રેસને અને બેગ સુરાઈની બેઠક સીપીઆઈ ને ફાળવવામાં આવી છે.