આઈ.ટી.રિટર્નમાં તેજ રફતાર:10 વર્ષમાં 120 ટકા કરદાતાઓ વધ્યાં
વર્ષ 2014 થી 2024નું રિટર્ન ફાઇલ કરનારાંની સંખ્યામાં ઉછાળો:36,075,691 થી વધીને 79,712,146,સરકારની તિજોરીની આવક સાથે લાખોપતિ અને કરોડપતિ વધ્યાં
ટેક્સ ભરવા માટે નાગરિકો જાગૃત થઈ રહ્યા છે.દેશમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા દસ વર્ષમાં 120% રિટર્ન ફાઇલમાં અધધ…વધારો થયો જેમાં 36,075,691 થી વધીને 79,712,146 રિટર્ન ફાઇલ થયા છે. જે દર્શાવે છે કે, લોકોમાં જાગૃતિ સાથે સરકારની તિજોરીમાં પણ ટેક્સ નોંધપાત્ર રીતે ઠલવાઈ રહ્યો છે.
તાજેતરમાં થયેલા એક સર્વેમાં વર્ષ 2014 અને વર્ષ 2024નો આંકડાકીય ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 50 લાખ થી 1 કરોડની આવકમાં 450 ટકા વધ્યાં છે તેમજ 1 કરોડની કમાણીના કલબમાં 300 ટકાનો ઉછાળો આવ્યો છે. થોડા સમય પહેલા સરકારે પણ સંસદમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, એક કરોડથી વધુની આવક સાથે રિટર્ન ભરનારાઓની સંખ્યા ચાર વર્ષમાં બમણી થઈ છે. જે 1.09 લાખથી વધીને 2.6 લાખ વધ્યા છે કે જે એક કરોડની આવક પર રિટર્ન ભરે છે.સર્વેક્ષણમાં જે ડેટા દર્શાવ્યો છે તેમાં 2.5 લાખ પર ભરવામાં 2014માં 1.1 કરોડ કરદાતાઓની સામે વર્ષ 2024માં 1.65 કરોડ કરદાતાઓ વધ્યા છે.
ટેક્સસ્લેબ વર્ષ 2014 વર્ષ 2024
રૂ.0-2.5 લાખ 1.01કરોડ 1.65 કરોડ
રૂ.2.5-5 લાખ 1.18 કરોડ 2.86 કરોડ
રૂ.5-10 લાખ 55 લાખ 2.79 કરોડ
રૂ.10-20 લાખ 15.32 લાખ 88.83 લાખ
રૂ.20-50 લાખ 5.09 લાખ 31.93 લાખ
50 લાખ-1 કરોડ 1.09 લાખ 5.89 લાખ
1 કરોડ+ 82 હજાર 3.50 લાખ
લાખોપતિ કરદાતાઓના રિટર્ન કરોડોમાં વધ્યા
છેલ્લા એક દેશમાં 2.5 થી 5 લાખ ના ટેક્સ માળખામાં રિટર્ન ભરનારાઓની સંખ્યા કરોડોમાં વધી છે. દસ વરસ પહેલા 1.18 કરોડમાંથી અઢી ગણો વધારો થઈ 2.86 કરોડ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા નોંધાય છે.
એક કરોડથી વધુ આવક સાથે રિટર્ન ભરનારાઓ ડબલ થયાં
છેલ્લા ચાર વર્ષમાં એક કરોડથી વધુ આવક સાથે રિટર્ન ભરનારાઓની સંખ્યા બમણી થઈ છે. ટેક્સ રેટમાં ઘટાડો અને કરદાતાઓની જાગૃતિ માટે સરકાર દ્વારા લેવાયેલા અસરકારક પગલાના લીધે 1.09માંથી વધીને 2.6 લાખ કરદાતાઓ થયા છે.